મોરબીમાં સગીરાનું અપહરણ કર્યા બાદ આરોપીએ માતા બનાવી દીધી

દોઢ વર્ષથી નાસતો ફરતો શખ્સ સગીરા અને ત્રણ માસની બાળકી સાથે ગાંધીનગરના પેથાપુરમાં થી ઝડપાયો

મોરબી : મોરબી તાલુકામાં થી દોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરીને નાસ્તા ફરતા આરોપીની એસ‌ઓજીની ટીમે ગાંધીનગરના પેથાપુરમાં થી ધરપકડ કરી છે.દોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરીને નાસી જનાર શખ્સે સગીરાને માતા બનાવી દીધી હોવાનું એસ‌ઓજીને ઘટના સ્થળે જાણવા મળ્યું હતું.એસ‌ઓજીએ સગીર વયની માતા અને ૩ માસની પુત્રીને મોરબી તાલુકા પોલસ સ્ટેશનને સોંપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકામાંથી વિરમ સોમાભાઈ સોમાણી (ઉ.વ.૨૬) નામના કોળી શખ્સે દોઢ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કર્યું હતું.જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મળી હતી.ભોગ બનનાર સગીરા પણ દોઢ વર્ષ સુધી મળી ન હતી.

મોરબી એસ‌ઓજીની ટીમનેં ખાનગી રાહે મળેલી બાતમીના આધારે તપાસ અર્થે ટીમ ગાંધીનગરના પેથાપુર ગમે ગઈ હતી.જ્યાં મફતિયાપરા વિસ્તાર માંથી આરોપી , સગીરા અને તેની ૩ માસની પુત્રી મળી આવ્યા હતા.એસ‌ઓજી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને સગીર વય ની માતા તથા તેની પુત્રીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

આ કામગીરીમાં એસ‌ઓજી પો. ઇન્સ્પેકટર એસ એન સાટી,હેડ કોન્સ.શંકરભાઈ ડોડીયા,કિશોરભાઈ મકવાણા ,જયપાલસિંહ ઝાલા,પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા રોકાયેલ હતા.