મોરબીમાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન સંપન્ન:મહિલાઓનું કરાયું સન્માન

દીકરા દીકરી વચ્ચે સમદ્રષ્ટિ ભાવ રાખવા પર ભાર મુકાયો: અનેક મહાનુભાવોની હાજરી

મોરબી,
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ ખાતે મહિલા કક્ષાનું સંમેલન યોજાયું હતું.સંમેલનમાં વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે મહાનુભાવોએ દીકરા દીકરી વચ્ચે સમદૃષ્ટિ ભાવ રાખવા ઉપર ભાર મૂક્યો હતો.

મોરબીના માર્કેટ યાર્ડમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજા ,સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાઘવજીભાઈ ગડારા,મંજુલાબેન દેત્રોજા,પાલિકા પ્રમુખ ગીતાબેન કંજારિયા,ડીડીઓ એસ.એમ. ખટાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોના હસ્તે સજીવ ખેતી,મહિલા ઉત્કર્ષ,સહકાર ,રમત ગમત,ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં આઈ.કે.જાડેજા એ જણાવ્યું હતું કે,જે મહિલાઓ રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રે કામ કરી રહી હોય તે અન્ય મહિલાઓને સરકારી યોજનાના લાભ મેળવવા માટે જાગૃત કરે તો તે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ થઈ શકે છે.જ્યાં શિક્ષણ વધુ છે.ત્યાં સ્ત્રી પુરુષના રેશિયા નું અંતર અંતર ઓછું છે.