મોરબી જિલ્લામાં ત્રણ જુગારધામ પર પોલીસના દરોડા: ૧૬ પત્તાપ્રેમી ઝબ્બે

- text


આમરણ, ગારીયા અને ધુનડા ગામેથી રૂ.૩૯ હજારની રોકડ જપ્ત કરી જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરતી સ્થાનિક પોલીસ

મોરબી : મોરબી જિલ્લામાં ત્રણ જુગારધામો પર પોલીસે દરોડા પાડતા ૧૬ પત્તાપ્રેમીઓ રૂ.૩૯ હજારની રોકડ સાથે ઝડપાયા છે.મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાના ૩ ગામોમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાથી બાતમીને આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા જાકીર ઇકબાલ સૈયદ રહે. આમરણ, અલ્તાફ ઇકબાલ સૈયદ રહે. આમરણ, જયસુખ રતિલાલ કાસુન્દ્રા રહે. આમરણ ડાયમંડનગર, હમીર દેસુર જીલરીયા રહે. આમરણ અને દાઉદ દલાભાઈ ભટી રહે. આમરણવાળાને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂ. ૧૫૪૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેરના ગારીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડો કરતા આરોપી કાળું વાલજી કોળી, પ્રવીણ સવશી કોળી, હેમંત સવશી કોળી, કિશોર હરજી કોળી અને અરવિંદ મહિપત કોળી રહે. ગારીયા ને ઝડપી લઈને રોકડ રકમ ૫૩૩૦ જપ્ત કરવામાં આવી છે

ટંકારાના ઘુનડા ગામે બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો કરતા જુગાર રમી રહેલા ધનજી ગોરધન બરાસરા, સમસુદિન તલકશી રૈયાણી, પ્રભુ નરભેરામ દેત્રોજા, વાઘજી બચું રંગપરીયા, દિનેશ વલ્લભ રંગપરીયા અને મનસુખ બગથરીયા એમ છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ ૧૮૪૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text