મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ૫ ઝડપાયા

મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા વોકળાના કાંઠે ખુલ્લા પટમાં જુગાર રમતા ૫ શખ્સોને રૂ.૧૦૩૦૦ની રોકડ રકમ સાથે એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.તેઓ સામે ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ના હેડ કોન્સ.ધર્મેન્દ્રસિંહ જાડેજા ને ખાનગી રહે મળેલી બાતમીના આધારે પોલીસે ઇન્દીરાનગર વોક્ળાના કાંઠે ખુલ્લા પટમાં તિનપત્તીનો જુગાર રમતા અબ્બાસ કરીમભાઇ લટ્ટી ,સિકન્દર આમઘ્ મોવર ,ઇશ્માઇલ તૈયબ માલાણી , શબ્બીર હુસૈન કાઘ્રભાઇ સૈયદ અને સલીમભાઇ હાસમલાઇ મોવરને ઝડપી પાડયા છે.પાંચ જુગારીઓ સાથે રૂ.૧૦૩૦૦ની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.