મોરબીમાં તબીબોએ સાયકલ રેલી કાઢી NMC બિલ સામે નોંધાવ્યો વિરોધ

આઈએમએ હોલ ખાતે બેઠક યોજી આગામી વિરોધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઇ

મોરબી : એન.એમ.સી.બિલ સામે દેશભરમાં ચાલી રહેલા વિરોધને પગલે મોરબીના તબીબોની આજે સવારે સાયકલ રેલી નીકળી હતી. ઇન્ડિયન મેડિકલ એસોશીએસનની મોરબી બ્રાંચ દ્વારા સાયકલ રેલી યોજીને એન.એમ.સી.બિલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દેશભરના તબીબોમાં એન.એમ.સી. બિલ સામે ઘણા સમય થી રોષ જોવા મળી રહ્યો છે.અગાઉ પણ તબીબોએ એન.એમ.સી.બિલ સામે વિરોધ કાર્યક્રમો આપ્યા છે.તબીબોના જણાવ્યા મુજબ એન.એમ.સી. તબીબી આલમ માટે અનન્યાય કર્તા છે.જેને લઇને સરકાર ઘટતું નહિ કરે તો આગામી દિવસોમાં અસરકારક આંદોલન કરવાનો તબીબોએ સંકેત આપી દિધો છે.

ઇન્ડિયન મેડિકલ એસોશીએસનની મોરબી બ્રાંચ દ્વારા આજે સવારે ૮ કલાકે નવા બસ સ્ટેન્ડ થી સાયકલ રેલી યોજવામાં આવી હતી.ત્યારબાદ આઈ.એમ.એ. હોલ ખાતે જનરલ બોર્ડની મિટિંગ યોજાઈ હતી.મિટિંગમાં એન.એમ.સી બિલ સામેના આગામી દિવસોમાં યોજાનારા વિરોધ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.