માળીયા ના માણાબાના પાટિયા પાસે કારે બાઈક ને હડફેટે લેતા એક નું મોત

- text


મોરબી : માળીયા હળવદ નેશનલ હાઇવે પર માણબાના પાટિયા નજીક કારે ત્રિપલ સવાર બાઈક ને હડફેટે લેતા એક નું ઘટના સ્થળે કરુંણ મોત

- text

માળીયા હળવદ નેશનલ હાઇવે પર માણાબાના પાટિયા નજીક ત્રિપલ બાઈક સવારને કારે ઠોકર મારતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં માળીયા સિવિલ હોસ્પિટલ માં નોકરી કરતા ત્રણેય યુવાન મિત્રો માળીયાથી ખાખરેચી સિવિલ હોસ્પિટલમાં કામ અર્થે આવ્યા હતા જે માળીયા રિટર્ન જઇ રહયા હતા તે દરમિયાન બાઈક પાર ટ્રીપલ સવારી પર જઈ રહેલા ત્રણેય યુવાનોને માણાબાના પાટિયા નજીક અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી જીજે-૧૬-બીજી-૨૪૦૦ નંબરની મસીડીસ કારે પાછળથી ઠોકર મારતા ત્રણેય યુવાનો ને ફંગોળી દેતા આ ગોજારો અકસ્માતમાં નિજામ ફતેહમામદ જેડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે સીદીક મિયાણાને સામાન્ય ઇજા તો વિપુલ આહીર નામના યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલીક ૧૦૮ મારફતે મોરબી ખસેડાયો હતો આ અકસ્માતમાં મૃત્યુ પામેલો નિજામ ફતેમામદ જેડા માળીયા સિવિલ હોસ્પિટલમાં ચોકીદાર હોય અને વિપુલ આહીર પણ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે જયારે સીદીક મિયાણા નામના યુવાન માળિયાનો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેથી હાઇવે પર થોડીવાર માટે ચક્કાજામ થઈ ગયો હતો.

- text