અગાઉ અનિર્ણયિત રહેલ પાલિકાની રિકવિઝેશન બોર્ડ બેઠકમાં ભાજપના 27 સભ્યોએ બહુમતી માટે મતદાન કર્યું

- text


મોરબી પાલિકામાં આજે જનરલ બોર્ડ મળ્યું : બજેટ સહિતના એજેન્ડા પર કલેકટરનો સ્ટે : કોંગ્રેસનો વોકઆઉટ

મોરબી : મોરબી નગર પાલિકામાં ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે તા. 1 માર્ચના રોજ મળેલી બેઠકમાં ભાજપના 17 અને કોંગ્રેસના 24 સભ્યોની હાજરી વચ્ચે એજન્ડા મોડો મળ્યાનો બચાવ કરી ભાજપે બોર્ડ મુલતવી રાખ્યા બાદ આજે પુનઃ બોર્ડ માંડ્યું હતું. રહી હોય શાસક પક્ષના બળા બળીના પરખા થવા ઉપરાંત કોંગ્રેસે સટાસટી બોલાવવા મન બનાવી લીધું હોય તેમ બોર્ડમાં સત્તા પક્ષને બાનમાં લેવા પ્રયત્ન કર્યા હતા બોર્ડ શરૂ થાય તે પહેલા કોંગ્રેસના સભ્યોએ કલેક્ટરને મળી અગાઉ મળેલી રિકવિજેશન બેઠકના અધૂરા મુદ્દાની ચર્ચા કરવા અને હાલના એજેન્ડા 7 દિવસ પહેલા ન મળતા આ એજેન્ડા પર સ્ટે લાવ્યા હતા જેથી આજે પાલિકાનું જનરલ બજેટ સહિતના અન્ય 5 મુદ્દાની ચર્ચા થઇ ન હતી અગાઉના એજેન્ડાની ચર્ચા દરમિયાન કોંગ્રેસે વોક આઉટ કર્યો હતો

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકાની 1 માર્ચના રોજ મળેલી રિકવિઝેશન બેઠકમાં ભાજપના માત્ર 17 સભ્યોની હાજરીમાં કોંગ્રેસના બહુમત 24 સભ્યો દ્વારા હંગામો મચાવી સતાધારી ભાજપને ભીંસમાં લેવામાં આવતા બેઠક અનિર્ણયિત રહી હતી અને આજે 9 મી માર્ચે પુનઃ બોર્ડ બેઠક યોજવા નક્કી કરાયું હતું જે અંતર્ગત હવે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષે બહુમતી ગુમાવ્યાનો આરોપ લગાવી બહુમત સાબિત કરવા હંગામો મચવવા નક્કી કર્યું હતું
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા રિકવિઝેશન બેઠક બોલાવવા માંગ કરવા છતાં બબ્બે માસથી બોર્ડ બેઠક ન બોલાવતા અંતે જિલ્લા કલેકટરના આદેશ બાદ આજે રિકવિઝેશન બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ ભાજપના સભ્યો જ બેઠક માં હાજર હોય એજન્ડા સમયસર ન મળ્યાનું કારણ આગળ ધરી બોર્ડ બેઠક આટોપી લેવામાં આવી હતી. ત્યારે આજે મળેલી બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હાવી થવા પ્રયત્ન કરે તેવી સંભવના હતી આજે બેઠક મળે તે પહેલા વિપક્ષના સભ્યો કલેક્ટરને મળ્યા હતા અને હાલ સત્તાધારી પક્ષે આજની બેઠક માટેના એજેન્ડા 7 દિવસ પહેલા આપવાના હોય છે પરંતુ તે સમય મર્યાદામાં એજેન્ડા આપયો નથી તેમજ અગાઉની રિકવિજેશન બેઠકના પણ અધૂરા મુદ્દા લેવા માંગણી કરતા કલેકટરે આજની બેઠકના એજેન્ડા પર સ્ટે મૂકી જુના મુદ્દાની પ્રથમ ચર્ચા કરવા આદેશ કર્યો હતો. આદેશને પગલે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં જનરલ બોર્ડમાં રોડ,સફાઈ અને અન્ય કામમાં કોંગ્રેસના ભ્રષ્ટચાર મુદ્દે બને પક્ષે ચર્ચા કરી હતી.આ દરમિયાન કોંગ્રેસે વોક ઓઉટ કર્યો હતો બાદમાં સતા પક્ષે વિપક્ષના બોર્ડ લઘુમતી અને વિવિધ સમિતિના વિસર્જન મુદ્દે મતદાન કર્યું હતું જેમાં 27 સભ્યોએ મતદાન કરી બહુમતી સાબિત કરી હતી.

- text