વિશ્વ મહિલા દિવસે મોરબીમાં દસ “નન્હી પરી”નો જન્મ

- text


રાજય સરકારની “નન્હી પરી અવતરણ”  અભિયાન અંતર્ગત ભેટ સોંગાદ અપાઈ

મોરબી : વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ દિવસે જન્મ લેનાર બાળકીઓને નન્હી પરીનું બિરુદ આપી ભેટ સોગાદ આપવા નક્કી કર્યું હતું કે અન્વયે મોરબીમાં ગઈકાલે ૧૦ નન્હી પરીનું અવતરણ થતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના પરિવારજનોને પ ગ્રામ ચાંદીના સિક્કા, સન્માન પત્ર સહિત મમતા કીટ આપવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે રાજય સરકારની “નન્હી પરી અવતરણ” અભિયાન અંતર્ગત મોરબી આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં જુદી જુદી હોસ્પિટલોમાં જન્મ લેનાર  ૧૦ બાળકીઓના જન્મને હર્ષભેર વધાવવામાં આવ્યો હતો અને ચાંદીનો સિક્કો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ દિવસે ગુજરાતમાં લેનારી પ્રત્યેક દિકરીને નન્હી પરી અવતરણ તરીકે વધાવવામાં આવી હતી.

- text

વધુમાં રાજ્ય સરકાર દ્વારા નન્હી પરીનાં  પરિવારજનોને એક તરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો ગૌરવ સાથે અર્પણ કરવામાં આવ્યો હતો.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સરકારનો હેતુ મહિલાઓને પુરત પ્રમાણમાં રોજગારી મળી રહે, મહિલા આત્મનિર્ભર બને તેમજ સમાજ દરેક જગ્યાએ મહિલાઓને પ્રતિનિધિત્વ જળવાઇ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

- text