હળવદ : બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : ૧૨ને ઇજા

- text


હળવદ : હળવદ નજીક આજે બોલેરો કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લૌકિક જતા પરિવારની બોલેરો કારને ટ્રકના ચાલકે ઠોકર મારતા બોલેરોમાં સવાર ૧૨ જેટલા લોકોને નાની મોટી ઈજા થતા હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

બનાવની વિગત મુજબ આજે ખાખરેચીથી ધ્રાંગધ્રા લૌકિક વારે જતી બોલેરો પીકઅપ કારને હળવદ નજીક અકસ્માત નડ્યો હતો. હળવદ માળિયા હાઈવે પરની હરીદર્શન હોટલ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો પીકઅપમાં સવાર ભરવાડ સમાજના સ્ત્રી અને પુરુષો મળીને ૧૨ થી ૧૫ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ અને મોરબીની હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર જીતુબેન મનુભાઈ ભરવાડ, વેજીબેન જોધાભાઇ ભરવાડ, રતનબેન દેવાભાઈ ભરવાડ, ભુરાભાઈ નાથાભાઈ ભરવાડ, લક્ષ્મીબેન નાનજીભાઈ ભરવાડ, જશુબેન ભગવાનભાઈ ભરવાડ, સોનલબેન ભરવાડ, જડીબેન માયાભાઈ ભરવાડ, લક્ષ્મણભાઈ જેઠાભાઈ ભરવાડ, નોન્ધાભાઈ લાખાભાઈ ભરવાડ, બાબુભાઈ મેરાભાઇ ભરવાડ, ગૌરીબેન છેલાભાઈ ભરવાડ અને જશુબેન ભયભી ભરવાડને ઇજા પોંહચી હતી.

 

- text