મોરબીમાં વૃદ્ધાની વાજતે ગાજતે સ્મશાન યાત્રા નીકળી

- text


વૃદ્ધ માતાએ શારીરિક દુઃખ વેઠ્યા વગર સ્વર્ગ સિધાવ્યું હોવાથી અંતિમક્રિયાને શુભ પ્રસંગની જેમ ઉજવી

મોરબી : મોરબીમાં વૃદ્ધાનું જૈફ વયે અવસાન થતા તેમના પરિવાર દ્વારા રોવા ધોવાના બદલે વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી નવો ચીલો ચિતરવામાં આવ્યો છે. સ્મશાન યાત્રામાં જાણે કોઈ પ્રસંગ હોય તેવો માહોલ ઉભો કરીને અબીલ ગુલાલની છોળો ઉડાડવામા આવી હતી.

મોરબીના રા‌જપરા ગામના જબુબેન સુંદરજીભાઈ મારવણીયાનુ ગઇકાલે ૮૫ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું.ત્યારે આજે તેમના પુત્રો સહિતના પરિવારજનો દ્વારા દાદા ભગવાનના આપ્ત પુત્રો પરેશભાઈ,મહેશભાઈ અને સહિતનાની હાજરીમાં અબીલ ગુલાલની છોળો અને બેન્ડવાજાની સુરવલીમાં વાજતે ગાજતે નિવાસસ્થાન થી સ્મશાન સુધીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.વૃદ્ધાના મોટા પુત્ર પ્રભુભાઈના જણાવ્યા મુજબ તેમના માતાને જીવ્યા ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. તેઓએ રાજી ખુશીથી જીવન જીવીને સ્વર્ગ સિધાવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ૮ થી ૧૦ વર્ષ પહેલાં પ્રભુભાઇના પિતાનું અવસાન થયું હતું.ત્યારે મારવણીયા પરિવારે તેઓનું દેહદાન અને ચક્ષુદાન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય લીધો હતો. વધુમાં તેમના માતા જીવ્યા ત્યાં સુધીમાં તંદુરસ્ત હતા.તેઓ વૃદ્ધાવસ્થા માં શારીરિક દુઃખ વેઠ્યા વગર સ્વર્ગ સિધાવ્યા હોવાથી મારવણીયા પરિવાર દ્વારા અંતિમ સંસ્કારને શુભ પ્રસંગની જેમ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

- text