મોરબીમાં આજે જન્મ લેનાર દીકરીઓને ભેટ સોગાદ આપી વધાવાશે

- text


રાજ્યભરમાં મહિલા દિન નિમિતે નન્હી પરીના અવતરણનો ખાસ કાર્યક્રમ યોજાશે

મોરબી : રાજ્ય સરકારે મહિલા દીને દીકરીઓના જન્મ ને વધાવવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે.મોરબી જિલ્લામાં મહિલા દીને ૮મી માર્ચના રોજ જન્મેલી નવજાત દીકરીઓને વધાવવા નન્હી પરીના અવતરણનો કાર્યક્રમ યોજાશે.નવજાત બાળકીને સ્થાનિક પદાધિકારીઓના હસ્તે ભેટ સોગાદ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકારના આદેશ મુજબ મોરબી જિલ્લા પંચાયત દ્વારા મહિલા દીને નન્હી પરીના અવતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૭મી માર્ચે રાત્રીના ૧૨ વાગ્યા થી ૮મી માર્ચે રાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં જન્મેલી દીકરીઓને ભેટ સોગાદ અર્પણ કરી વધાવવામાં આવશે.નવજાત બાળકીને સ્થાનિક પદાધિકારીઓના હસ્તે ચાંદીનો સિક્કો(૫ ગ્રામ) , મમતા કીટ,શુદ્ધ ઘીની મીઠાઈનો ડબ્બો અને ગુલાબનું ફૂલ આપવામાં આવશે.

- text

ગુજરાતમાં પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતા રાજ્ય સરકારે આ વિશે વિશેષ ધ્યાન આપી રહી છે.જેને લઇને મહિલા દિન નિમિતે નન્હી પરીના અવતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text