ગુજરાતની જળ કટોકટી માટે સિંચાઈ વિભાગના જડ નિયમો જવાબદાર : જયસુખભાઈ પટેલ

- text


અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે પાણીની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રીને કરી તારણો સાથેની સચોટ રજુઆત : રૂલ્સ લેવલ જાળવણીના નામે ગુજરાતના ડેમોમાં ભરવામાં આવે છે ક્ષમતાથી અડધું જ પાણી !!!

મોરબી : ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ચિક્કાર વરસાદ વરસવા છતાં માર્ચ માસની શરૂઆતમાં જ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જવા લાગી છે અને ડેમના પાણી પીવા માટે અનામત રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે પાણીની સ્થિતિ અંગે ગહન અભ્યાસ કરી મુખ્યમંત્રીને જળ સમસ્યાના કારણો અને તેના કાયમી ઉકેલ માટે લેખિત સચોટ તારણો રજૂ કર્યા છે.

ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે ગુજરાતની પાણીની સ્થિતિનો પાણીદાર અભ્યાસ કર્યો છે. આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું છે કે પાણીની અછત માટે અયોગ્ય આયોજન અને રૂલ્સ લેવલ જાળવણીના જડ નિયમો જવાબદાર છે.

જયસુખભાઇએ કરેલા અભ્યાસ અને ઓબ્ઝવેર્શન મુજબ ગુજરાતમાં ‘પુરતો’ વરસાદ પડે છે અને ડેમો આખા ૧૦૦ ટકા કેપેસીટીથી ભરાઇ જાય તેવી પાણીની આવક હોવા છતાં પણ ડેમો ખાલી રહે છે જેના કારણો નીચે મુજબ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓ ટૂંકા અંતરની છે જેથી વરસાદ બંધ થયા પછી ફકત ર થી ૩ દિવસ જ ડેમોમાં પાણીની આવક આવે છે. દર વરસે સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત – મધ્ય ગુજરાતમાં એક સારો વરસાદ ડેમો ભરાઇ જાય તેવો સીઝનમાં પડે છે. ગુજરાતમાં ચેકડેમો, ખેત તલાવડી, વોંકળા બંધ, તળાવો, બોરી બંધ વગેરે છેલ્લા ૧પ વર્ષમાં ખુબ જ બનેલા હોવાથી ડેમો પાણીની આવક ઓછી આવે છે, જો સામાન્ય કે સામાન્યથી વધારે વરસાદ પડે તો પણ ડેમોમાં પાણીની આવક આવતી નથી.

છેલ્લા ૩ થી ૪ વર્ષથી વરસાદ ઓછા પડે છે પરંતુ આખા ચોમાસા દરમ્યાન ૧ વખત જોરદાર વરસાદ પડે છે તો પણ ડેમો ૧૦૦ ટકા ભરાઇ જાય તેવો વરસાદ પડે છે. લગભગ ગુજરાતના ૮પ ટકા એરીયામાં એક વરસાદ એવો જોરદાર પડે છે કે તે વિસ્તારમાં આવેલ ડેમો ૧૦૦ ટકા ભરાય જાય છે.

વરસાદ પુરતો પડવા છતા પણ સૌરાષ્ટ્ર – ઉતર ગુજરાત – કચ્છ – મધ્ય ગુજરાતના ડેમો ખાલી કેમ રહે છે ? તેના કારણો નીચે મુજબના છે. ગુજરાતના દરેક ડેમોમાં પાણીનો સંગ્રહ કેટલો કરવો એના માટે ”રૂલ્સ લેવલ”નક્કી કરવામાં આવેલ છે જેના કારણે ”ડેમો”માં પુરતી આવક હોવા છતા પણ પાણી ”સંગ્રહ”કરવામાં આવતું નથી અને નદીમાં રીલીઝ કરી દેવામાં આવે છે.

ગુજરાતના તમામ ”ડેમો”ના ”રૂલ્સ લેવલ””જુન”થી ”ઓકોટોબર” સુધીના દર ૧૦ દિવસે કેટલો જથ્થો ડેમમાં પાણીનો ”સ્ટોરેજ”કરવો તે નક્કી કરવામાં આવેલ છે. આ ”રૂલ્સ લેવલ”મુજબ ”સપ્ટેમ્બર”માસ પુરો થાય ત્યાં સુધીમાં ફકત ૬૦ ટકા વધારે જથ્થો સંગ્રહ કરવામાં આવતો નથી.

”ઓકટોબર”ના એન્ડમાં ૧૦૦ ટકાની કેપેસીટી પાણી સંગ્રહ કરવો એવો નિયમો છે. આ ”રૂલ્સ લેવલ”ના કારણે જુલાઇ/ઓગષ્ટ કે સપ્ટેમ્બરમાં જો સારો વરસાદ અને ૧૦૦ ટકા ”ડેમો”ભરાઇ જાય તેવી પાણીની આવક હોવા છતા પણ ”ડેમો”માં પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી અને ”દરવાજા”ઓપન કરીને પાણી ”દરીયા”માં જવા દેવામાં આવે છે અને પાછળથી ”વરસાદ”ન પડવાના કારણે ”ડેમો” ખાલી રહે છે.

ગુજરાતના ”ડેમો”ની નિભાવણી કરતા અધીકારીઓ ૧૦૦ ટકા ”રૂલ્સ લેવલ”નું પાલન કરે છે તેઓ કોઇપણ ”પ્રકાર”નું જોખમ કે જવાબદારી લેવા માગતા હોતા નથી અને અમુક ”અધીકારીઓ”તો ”રૂલ્સ લેવલ”કરતા પણ ઓછું લેવલ રાખતા હોય છે, જેથી તેઓ આરામથી કોઇ જ ટેન્શન વગર ઘરે અથવા ઓફિસે બેસી શકે જે ”સત્ય”હકીકત છે. આ બધા કારણોસર ગુજરાતનો ડેમોમાં પાણીનો ”સંગ્રહ”ટોટલ કેપેસીટીના ૫૫ ટકા વધારે થતો નથી.

આજે ગુજરાતમાં ડેમો બનેલા છે ઓપરેશન/મેન્ટેનેશન/સીકયોરીટી વગેરે માટે ”કરોડો”રૂા.નો ખર્ચ કરીએ છીએ અને ”ડેમો”અને ”કેનાલો” બનાવવા પાછળ કરોડો રૂા.નો ખર્ચ કરેલ છે.”ડેમો”અને ”કેનાલો”માટે આપણે ખેડુતોની કિંમતી જમીનો સંપાદન કરેલ છે. ગુજરાતના લોકો પાસેથી ”કરોડો”રૂા. ટેકસ સ્વરૂપે લઇને આપણે ”ડેમો”,”કેનાલો”અને તેની જાણવળી માટે ખર્ચાઓ કરીએ છીએ અને જો ફકત અધીકારીઓની જવાબદારીનો ફીકસ થાય એટલા માટે જો ”ડેમો”પાણી સ્ટોરેજ કરવામાં ન આવે તો તે કેટલા અંશે વ્યાજબી છે?

આપણે મોટા પ્રોજેકટો કરીએ છીએ પરંતુ તેનો ”લોકો”ના હિત માટે જો સાચો પુરતો ઉપયોગ ન કરી શકીએ તો તેનો કોઇ ”અર્થ”નથી. જો આપણે ફકત ૪ માસ ચોમાસાના (જુલાઇ/ઓગષ્ટ/સપ્ટેમ્બર/ઓકટોબર) બધા ”ડેમો” ઉપર પાણી સ્ટોરેજ બાબત ધ્યાન આપીએ તો હું એવું માનું છે કે આપણે ૨૦ ટકા થી ૩૦ ટકા ગુજરાતમાં પાણી દર વરસે સ્ટોરેજ કેપેસીટીમાં વધારો કરી શકીએ અને જે પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે તે હલ કરી શકીએ.

- text

છેલ્લા ચાર વર્ષના નીચે મુજબના ”આંકડા”ઓ આપ સીંચાઇ વિભાગમાંથી મેળવશો તો આપને ખ્યાલ અવશે કે આપણે ગુજરાતમાં ”ડેમો”ની કેપેસીટી સામે કેટલું પાણી સ્ટોર કરેલ અને કેટલું પાણી ”દરીયા”માં વહી જવા દીધું? ડેમની ”કેપેસીટી”કેટલું પાણી સ્ટોરેજ થાય જો ૧૦૦ ટકા ભરાય તો?, જુનથી ઓકટોબર માસ દરમ્યાન કેટલા પાણીનો ”ઇન ફલો”(આવક) થયેલ હતી? જુનથી ઓકટોબર દરમ્યાન કેટલો જથ્થો પાણીનો ”દરવાજા”ખોલીને નદીમાં રીલીઝ કરવામાં આવેલ? જુનથી ઓકટોબર દરમ્યાન આ નદીમાં રીલીઝ કરેલ જથ્થો એ ડેમની સંગ્રહ કેપેસીટીનો કેટલા ટકા થાય ? ”ઓકટોબર”એન્ડમાં ચોમાસાની સીઝન પુરી થયેલ ત્યાં ”ડેમ”માં ટોટલ કેપેસીટીના કેટલા ટકા લાસ્ટ ૩૧/૧૦ના રોજ પાણીનો સ્ટોરેજ હતો? આટલા ફીગર જો આપ ચેક કરશો જેથી આપને ”રૂલ્સ લેવલ” બાબત વિચાર કરી શકીએ.

આપણે જો ગુજરાતના તમામ ”ડેમો” ની જે કેપેસીટી અને છેલ્લા ૪ વર્ષમાં સ્ટોરેજ કેપેસીટીમાં કઇ રીતે ર૦% થી ૩૦ % જેવો વધારો કરી શકીએ તે માટે નીચે મુજબના થોડા સજેશનો છે.

રુલ્સ લેવલ મુજબ ડેમ ભરવાથી અડધો અડધ ડેમો ખાલી રહે છે
ગુજરાતમાં આવેલા દરેક ડેમોના ”રૂલ્સ લેવલ”ના નીયમોમાં ચેન્જ કરવાની ખાસ જરૂર છે. કારણ કે આ ”રૂલ્સ લેવલ” મોરબી ખાતે થયેલ ”પુર હોનારત” અને સુરત ખાતે થયેલ ”હોનારત”ના કારણે નકકી કરવામાં આવેલ. ગુજરાત બધા ડેમો તેનો ”કેચમેન્ટ એરીયા”/૧૦૦ વર્ષના વરસાદના ફીચરો અને તેના આધારે ”ડેમ”ની ”કેપેસીટી” અને તે મુજબ ”ડેમ”માં દરવાજા વગેરે તેની ”ઇનફલો” પાણી અને ”આઉટફલો” પાણી વગેરે મુજબ ”ડેમ”ની ડીઝાઇન/ હાઇટ/ ડ્રોઇંગ/ કેપેસીટી વગેરે નકકી કરવામાં આવેલ હોય છે એટલે કે ”ડેમ” બનાવવાનું જયારે ”પ્લાનીંગ” કરવામાં આવે છે ત્યારે જ આ બધી બાબતોને ”કાળજીપૂર્વક” ચેક કરીને જ ”ડેમ”ની ડીઝાઇન બને છે જે આપણે બધા જાણીએ છીએ તેમ છતાં પણ જો આપણે ફકત ”રૂલ્સ લેવલ” મુજબ જ સંગ્રહ કરીએ તો તે કેટલું વ્યાજબી છે ?

શુ અકસ્માતના ભયે આપણે ગાડી ચાલવાનું છોડી દઈએ છી ? તો ડેમમાં આવું કેમ

જો પ૦ વર્ષમાં એક થી બે બનાવના કારણે આપણે ”ડેમો”ની સ્ટોરેજ કેપેસીટી કફત પ૦% ઉપયોગ કરીએ છીએ અને પાણી સ્ટોર ન કરીએ તો ”ડેમો” અને ”કેનાલો” બનાવવાનો કોઇ જ અર્થ નથી ? આપણે બધા જણીએ છીએ કે ”રોડ” ઉપર ”એકસીડન્ટો” થાય છે અને ”સેફટી” માટેના બધા જ પ્રકાની ”ફેસેલીટી” કાર/ ટ્રક વગેરેમાં હોય છે જેવું કે બ્રેક/ લાઇટ/ કલ્ચ/ સ્પીડ બ્રેકર/ એરબેગ/કારની બોડી વગેરે અને રોડમાં એ મુજબ સેફટી માટે બધુ જ હોય છે તેમ છતા પણ ”એકસીડન્ટો” થતા હોય છે તો શું આપણે રોડ ઉપર ગાડી લઇને પસાર થવાનું બંધ કરી દઇશું ? આજના ‘યુગ’માં આવા બનાવો બનતા હોય છે પરંતુ જો ‘કરોડ’ રૂા. ના ખર્ચ કરી ”લાખો” લોકોની સગવડતા/ જરૂરીયાતોને આપણે નજર અંદાજ કરીએ તો તે કેટલૂં વ્યાજબી છે ?

વોટર મેનેજમેન્ટ માટે બોલ્ડ વ્યક્તિની જરૂરત

જયસુખભાઈ કહે છે કે મારા વિચાર મુજબ આજે ગુજરાતના ”પાણી સંગ્રહ”માટે એક એવી ”બોલ્ડ” વ્યકિતની જરૂર છે જે ડાયનામીક/ પોજીટીવ એપ્રોચ/ લોકો પ્રત્યે લાગણી/ સરકાર પ્રત્યે ડેડીકેશન/ બોલ્ડ ડીસીઝન/ ડે ટુ ડે ર૪ કલાક જુનથી ઓકટોબર એપ્રોચેબલ/ રેગ્યુલર ફોલોઅપ/ હાર્ડવર્ક/ કઇક સારું કરાવની ભાવના સાથે સાહસીક વિચારો અને ડીસીઝન ધરાવતી ”વ્યકિત”ની જો આપણે એપોયમેન્ટ આપવામાં આવે જે દરેક ”ડેમો” અધિકારીઓ સાથે ડાયરેકટર ટચમાં રહી શકે તેવી ”વ્યકિત” સાથે સાથે ”રૂલસ લેવલ” કેટલો જથ્થો સંગ્રહ કરવો/ કેટલો રીલીઝ કરવો/ કયા સમયે કયુ ડીસીઝન લેવુ તેની ”ફુલ ઓથોરીટી” સાથે તેનું ટારગેટ ફકત ગુજરાતના ડેમોમાં પાણીનો જથ્થો ર૦ થી ૩૦% કઇ રીતે વધારે સ્ટોર કરી શકાય. આવી ”વ્યકિત”ને કુલ ઓથોરીટી સાથે ”સ્પેશીયલ ઓફિસર” તરીકે અલગ પોસ્ટીંગ/ અલગ સ્ટાફ/ ઓફિસ સાથે ડાયરેકટર ફકત ”ચીફ મીનીસ્ટર” ને રીપોટીેઁગના ”પાવર” સાથે એપોયમેન્ટ કરવી જોઇએ. આપણી પાસે બધુ જ છે ફકત જરૂર છે. ”પોઝીટીવ એપ્રોચ” આજે ગુજરાતના ડેમોની હાલત ર૦ ટનની કેપેસીટીના ટ્રકમાં આપણે ૬ થી ૭ ટન વજન ફકત ”સેફટી” ખાતર ભરીએ છીએ જે ઇકોનોમી/ કોર્મશીયલી/ ટેકનીકલી/ ફીજીબીલીટીની રીતે પણ વ્યાજબી નથી. તેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ”બોલ્ડ” ડીસીઝન લેવા સમર્થ છે અને ગુજરાતના લોકો આપની પાસે આવી જ અપેક્ષાઓ રાખતા હોવાનું જયસુખભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું.

 

- text