દેશી દારૂની લાઈવ ભઠ્ઠીઓ પર તૂટી પડતી માળીયા પોલીસ

- text


૧૧૫૦ લીટર દેશી દારૂ, આથા સહિત ૨૮૨૦૦ નો મુદામાલ જપ્ત

માળીયા : માળીયા મિયાણા પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર ધોસ બોલાવી ૧૧૫૦ લીટર દેશીદારૂના જથ્થો સહિત કુલ ૨૮૨૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિંયાણા પોલીસમથકના પીએસઆઈ જે.ડી.ઝાલા ની સુચના થી મહિપતસિંહ સોલંકી ને મળેલ બાતમી ના આધારે માળીયા મિયાણા ના નવાગામ અને વિદરકા ની સીમ માં બાવળ ની જાડી મા જઈ દરોડો કરતા ત્યા હાજર ઈકબાલ હાથીભાઈ મોવર રહે.હાલ વિદરકા વાળો દેશી દારૂ ની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળતા નજરે પડતા ત્યા નજીક જઈ તપાસ કરતા સ્થળ પર થી પોલીસ ને રંગે હાથ ના દરોડા મા બે ચાલુ ભઠ્ઠી,૧૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂપીયા ૨૩૦૦૦ તેમજ ૨૧૦૦ લીટર દેશી દારૂ બનાવવા નો આથો કિંમત રૂપીયા ૪૨૦૦ , ત્થા બે લોખંડ ના મોટા પીપ કિમંત રૂપીયા ૧૦૦૦ મળી કુલ રૂપીયા ૨૮૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ને જોઈને નાસી છુટેલા આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર ને ઝડપી પાડવા માળીયા મિયાણા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text

આ અગાઉ પણ માળીયા પોલીસે ૫૦ થી વધુ દેશી દારૂ ની ભઠ્ઠીઓ તોડી પાડી હતી જે મા મોરબી જીલ્લા મા આ દેશી દારૂ ની સૌથી મોટી રેડ માંની એક છે કે જેમા હજારો લીટર દેશી દારૂ બનાવવા નો કાચોમાલ અને દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

- text