સબરજીસ્ટ્રાર કચેરીના પ્રશ્નોને લઈ મોરબીના રેવન્યુ પ્રેક્ટિશનર વકીલોની ત્રણ દિવસની હડતાલ

- text


તાકીદે પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આવેદન અપાયું : બોન્ડ રાઇટર, સ્ટેમ્પ વેન્ડર અને પિટીશન રાઈટરો પણ જોડાયા

મોરબી : મોરબીની સબ સબરજીસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર અને કોમ્પ્યુટર ઓપરેટરોની ખાલી જગ્યા ભરવા સહિતની જુદી – જુદી માંગણીઓને લઈ આજથી રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા દસ્તાવેજી કામગીરીથી ત્રણ દિવસ અળગા રહેવાની જાહેરાત કરી લડતના મંડાણ કર્યા છે.

મોરબીના રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટો દ્વારા આજથી તા. ૯ માર્ચ સુધી ત્રણ દિવસની હડતાલ પાડી સબ રજીસ્ટાર કચેરી વિરુદ્ધ દેખાવો કરવા નક્કી કરાયું છે અરજદારો અને વકીલોને પડતી મુશ્કેલી અંગે આજે આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા કરવામાં આવેલી રજુઆત મુજબ ત્રણ સબ રજિસ્ટ્રારની જગ્યા હોવા છતાં એક ક રજિસ્ટ્રાર મુકાયા છે, પૂરતા ડેટા એન્ટ્રી ઓપરેટર મુકતા નથી કે સ્કેનર, યુપીએસ, કેમેરા જેવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી પરિણામે લાઈટ ન હોય ત્યારે દસ્તાવેજની કામગીરી થતી નથી.

- text

વધુમાં અરજદારો માટે કે વકીલો માટે વેઇટિંગ રૂપ ન હોવો, દસ્તાવેજ રજૂ કરનાર વકીલો અને બોન્ડ રાઈટરો પાસેથી આધાર પુરાવા માંગવા, જંત્રીદરમાં તફાવત સહિતની બાબતોમાં યોગ કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

આમ, મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા તા. ૬ થી ૯ માર્ચ હળતાલનું એલાન કરાયું છે જેમાં બોન્ડ રાઇટર, સ્ટેમ્પવેન્ડર અને પિટિશન રાઈટરો પણ જોડાયા છે અને દસ્તાવેજ કરવા આવતા અરજદારો, બિલ્ડરો વગેરેને વકીલોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

- text