વિશ્વ મહિલા દિવસે મોરબીમાં પ્રથમ વખત યોજાશે મહિલાઓની શક્તિવંદના બાઇક રેલી

- text


સાફામાં સજ્જ થઈ ખુલ્લી જીપ અને બુલેટ સવાર મહિલાઓ કરશે બાઇક રેલીનું નેતૃત્વ : મહિલાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ : યંગ ઇન્ડિયા ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ઠ આયોજન : રેલી બાદ જાણીતા વક્તા અને લેખક નેહલ ગઢવીનું પ્રેરક વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબી : આગામી આઠમી માર્ચે વિશ્વ મહિલા દિન નિમીતે મોરબીમાં સૌ પ્રથમ વખત વિશાળ મહીલા બાઇક રેલીનું આયોજન કરાયું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રેલીને શક્તિવંદના રેલી નામ અપાયું છે જેમાં બાઇક પર ડ્રેસકોડમાં સાફા પહેરી મહિલાઓની આ રેલીનું બુલેટ સવાર મહિલાઓ આગેવાની કરશે.

શક્તિવંદના રેલીના આયોજન અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચના દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ મોરબીમાં મહિલા ઉત્થાન માટે કોઈ આયોજનો થતા ન હોય યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે અને શક્તિવંદના નામકરણ સાથે મોરબીમાં પહેલી વખત જ વિશાળ મહિલા રેલીનું આયોજન કર્યું છે.

વધુમાં વિગતો આપતા દેવેનભાઈ રબારીએ ઉમેર્યું હતું કે ૮ માર્ચના રોજ બપોરે ૩.૩૦ કલાકે મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કરશે જેમાં પ્રથમ ખુલ્લી જીપમાં રાણી લક્ષ્મીબાઈ, મહિલા આઇપીએસ સહિતના પત્રોમાં સજ્જ થયેલા બહેનો જોડાશે, બાદમાં ૧૦ થી વધુ બુલેટ બાઇકમાં મહિલા બુલેટ સવારો હશે અને ત્યાર બાદ મોટી સંખ્યામાં મોરબીના બહેનો પોતાના સ્કૂટર લઈને આ રેલી સાથે રહેશે. આ રેલીમાં તમામ મહિલાઓ ચોક્કસ ડ્રેસ કોડમાં સામેલ થશે અને તમામ મહિલાઓ શોર્યના પ્રતીક સમાન સાફામાં સજ્જ થયેલા હશે.

- text

મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કરી રવાપર રોડ, કેનાલ રોડ, ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર પસાર થશે ત્યાંથી ગાંધી ચોક નવા ડેલા રોડ, પાડાપુલ થઈ આ રેલી રિટર્ન ગેસ્ટહાઉસ રોડ, નગર દરવાજા ચોક થઈ પરત ટાઉન હોલ ખાતે આવશે. રેલીના સમાપન બાદ મોરબીના નગર પાલિકા ટાઉન હોલ ખાતે એક વિશેષ મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપસ્થિત મહિલાઓને ભાવનગરના તેજાબી મહિલા વક્તા અને જાણીતા લેખક નેહલબેન ગઢવી સંબોધન કરી નારી શક્તિનો ખ્યાલ આપશે. આ રેલીમાં મોરબી શહેર જિલ્લાના અગ્રણી મહિલાઓ, મહિલા અધિકારી, કર્મચારી પણ રેલીમાં જોડાશે. શક્તિ વંદના રેલીમાં જિલ્લા વહીવટી તંત્ર પણ સહભાગી બન્યું છે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

આ રેલીમાં જોડાવા માટે અને વિશેષ વિગત માટે યંગ ઇન્ડિયા ગ્રૂપના વુમન વિંગના સભ્યોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
કાજલબેન ચંડીભમર – 9825488733, ધરતીબેન બરાસરા – 9825941704, દિવ્યાબેન કાસુન્દ્રા – 9558538411, મંજુલાબેન દેત્રોજા – 9601728800, કિરણબેન ઠાકર – 99799 45129, જયશ્રીબેન ચૌહણ – 99092 95515, વિરલબેન રામાનુજ – 99091 14584, ખુશ્બૂબેન કોઠારી – 84870 52509, વિશાખાબેન દવે – 99251 08743, નીતાબેન કાવર – 94294 84429, હર્ષાબેન દફ્તરી – 94091 26678, રંજનબેન મકવાણા – 95120 85444

- text