મોરબીમાં આવતીકાલથી હસ્ત કલા મેળો ૨૦૧૮

- text


ગુજરાત તેમજ રાજ્ય બહારના હસ્તકલા કારીગરોની ચીજવસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન

મોરબી : આગામી તા. ૫ થી ૧૧ માર્ચ દરમિયાન રાષ્ટ્રીય હસ્તકલા મેળો ૨૦૧૮ નું આયોજન કરાયું છે જેમાં ગુજરાત અને ગુજરાત બહારના ૨૫૦ થી વધુ હસ્તકલા કારીગરો દ્વારા બનાવાયેલ ચીજવસ્તુઓનું એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ કમિશ્નરશ્રી, ક્રુટિર અને ગ્રામોઘોગના નેજા હેઠળ ઈન્ડૅક્ષ્ટ-સી એટલે કે ઈન્ડસ્ટ્રીયલ એક્સ્ટનશન કોટેજ દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે. ઈન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, હાથશાળ, કટિર અને ગ્રામોઘોગની વંશપરંપરાગત ક્લાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભાતીગળ અને વૈવિંધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.

- text

ઇન્ડેક્ષ -સી દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા મેળો- એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબીમાં તા.પ માર્ચ થી તા. ૧૧ માર્ચ દરમ્યાન યોજવામાં આવશે જેમાં રાજ્ય અને રાજય બહારના કુલ ૨૪૦ કારીગરો દ્વારા નિદર્શન-પ્રદર્શન સહ વેચાણ માટે ભાગ તેમજ રાજ્યની પ્રસિદ્ધ હસ્તક્લાઓનું જીવંત નિદર્શન કરવામાં આવનાર છે.

આ રાષ્ટ્રીય હસ્ત કલા મેળામાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, બાળકો માટે પપેટ શો અને આવનાર મુલાકાતીઓનું કચ્છી ઘોડી દ્વારા સ્વાગત કરવામાં આવશે, પ્રવેશ વિનામૂલ્યે છે જેથી દરેક મોરબીવાસીઓએ આ હસ્તકલા મેળા પ્રદર્શનનો લ્હાવો લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

- text