મોરબી : શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરાયું

- text


મોરબી : શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાતાઓના સહયોગથી ઈશ્વરીયા મહાદેવ -નાની વાવડી અને દાદા ભગવાન ત્રિમંદીર જેવા પૌરાણિક અને અર્વાચીન સ્થળોના એક દિવસીય પર્યટનનું આયોજન કરાયું હતું.

શાળાના બાળકોને આ પર્યટન માટેનો તમામ ખર્ચ દાતાઓ તરફથી આપવામાં આવ્યો.બાળકો માટે તદ્દન ફ્રી પર્યટનનું આયોજન કરાયું હતું જેમાં વાહનના દાતા જાડેજા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ, તમામ બાળકો માટે ભોજનના દાતા શાળાના જ શિક્ષક પ્રભુલાલ એન.રંગપડીયા, ઠંડા પીણાના દાતા નિવૃત મેડિકલ ઓફિસર ડો.ભટ્ટ બગથળા વાળા તથા રામભરોસે વિદ્યાર્થીઓને કેન્ડીની ઠંડક માણવા મળી હતી.

શાળાના આચાર્ય અને તમામ શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોના ઉત્સાહ અને આગવા આયોજન થકી કુદરતના સાનિધ્યમાં પ્રકૃતિની ગોદમાં બાળકોએ વન ભોજન, દેશી રમતો, બાલસભા તેમજ રાસ ગરબાની મોજ માણી હતી,

- text

આમ આવા ગમ્મત અને જ્ઞાનભર્યા પર્યટનના આયોજન માટે શાળા પરિવાર તથા હર્ષદભાઈ મારવાણિયાએ પોતાની આયોજન શક્તિ થકી પર્યટન સફળ બનાવ્યું હતું.

 

- text