મોરબીમાં જાહેરનામા અમલના નામે પોલીસના અતિરેકની રાવ : લોકો પાસેથી કલર છીનવી કરાઈ દાદાગીરી

- text


નહેરુગેટ અને ગ્રીનબીટ પોલીસ સ્ટાફની દાદાગીરી સામે લોકોમાં રોષ

મોરબી : મોરબીમાં નહેરુગેટ અને ગ્રીનબીટ પોલીસ દ્વારા હોળી ધૂળેટી પર્વના જાહેરમાં કલર ઉડાવવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામાના અમલના નામે રસ્તે પસાર થતા યુવાનો, યુવતીઓ, અને નાના બાળકો પાસેથી કલર પડાવી લઈ દાદાગીરી આચરતા લોકોમાં રોષની લાગણી જોવા મળતી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં જાહેરમાં કલર ઉડાવવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવતા આ જાહેરનામાની અમ્લવારીના નામે મોરબીમાં સીટી એ ડિવિઝન પોલીસના નહેરુગેટ અને ગ્રીનબીટ પોલીસે અતિરેક આચરી રસ્તે પસાર થતા રાહદારી યુવક, યુવતીઓ, દંપતિઓ અને નાના બાળકોને પણ છોડ્યા ન હતા અને તમામ લોકો પાસેથી કલર પડાવી લઈ જાહેરમાં કલરના ઢગલા કર્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે ધુળેટીના પ્રતિબંધાત્મક જાહેરનામમાં કલર લઈને નીકળવા પર કોઈ મનાઈ ન હોવા છતાં પણ પોલીસ અને જીઆરડી જવાનો દ્વારા સગા વ્હાલને ત્યાં ધુળેટી રમવા જતા કે બજારમાંથી રંગ ખરીદી કરીને આવતા જતા લોકોને હેરાન પરેશાન કરી લોકોને ધમકાવાનો વિકૃત આનંદ માણ્યો હતો. જો પોલીસને આવા જાહેરનામાનો કડક પને અમલ કરાવવો જ હોય તો સૌ પહેલા કલર વેંચતા લોકોને કલરનું વેચાણ બંધ કરાવવું જોઈએ તેવું જણાવી લોકોએ પોલીસની અતિરેકતાનો વિરોધ કર્યો હતો.

- text