મોરબી : કાલીન્ધ્રી નદીમાંથી યુવાનની લાશ મળી

- text


મોરબી : મોરબીના ઇન્દીરાનગર નજીક આવેલ કાલીન્ધ્રી નદીમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ફાયરવિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનની ઉમર 20થી 25 વર્ષના હોવાનું બહાર આવ્યું છે. આ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા હેમત ઉકાભાઈ સોલંકીની હોવાનું બહાર આવ્યું છે.

- text

- text