મોરબી જિલ્લાની વિવિધ સ્કૂલોમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

- text


(1) મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન દિવસની ઉજવણી

નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપુર ખાતે વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શાળાના બાળકોએ અવનવા પ્રોજેકટ બનાવવાની સાથે અલગ – અલગ વિષય પર સમૂહ ચર્ચા પણ કરી હતી. વિરપર મુકામે આવેલી નવયુગ શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેમાન તરીકે ગવર્નમેન્ટ શિક્ષક અને વિજ્ઞાન વિષયના તજજ્ઞ વિનોદભાઈ વસીયાણી ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિજ્ઞાન અને આજની ટેકનોલોજીની દુનિયાની વાત કરી હતી સાથે સાથે જે વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી તે તમામ વૈજ્ઞાનિકોના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવી વિજ્ઞાનની પ્રશ્નોતરીનું આયોજન કર્યું હતું. જે પ્રશ્નોતરીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક તરીકે ઉચ્ચારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં વિદ્યાર્થીની બહેનોની ટીમ વિજેતા થઈ હતી તેમને નવયુગ સંકુલના પ્રિન્સિપાલ વાય.કે.રાવલે ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સફળ આયોજન બદલ મહેમાન વિનોદભાઈ વસીયાણીનો સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

(2) ટંકારાની ન્યુ વિઝન સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ
ન્યુ વિઝન-સ્કુલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનુ’ આયોજન કરેલ જેમાં ધોરણ ૬ થી ૯ ના કુલ ૨૦૦ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની ૬૦ કૃતિઓ રજૂ કરી હતી. આ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલી જુદી – જુદી કૃતિઓ તૈયાર કરવામાં શાળાના વિજ્ઞાન શિક્ષક આનંદભાઈ, રાજેશભાઈ, જીશેશભાઈ, પિયુષભાઈ, પંકજભાઈ, ચિરાગભાઈ વગેરેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને શ્રેષ્ઠ કૃતિઓ તૈયાર કરાવી હતી.

(3) હળવદની શિવપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો
હળવદ તાલુકાના શિવપુર ગામની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો અને વિજ્ઞાન પ્રદશન યોજીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારા 28 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળાનો શાળાના બાળકો ઉપરાંત વાલીઓએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તેમેજ વિજ્ઞાન વિષયની જાગૃતિ માટે ખાસ સેલ્ફી ઝોન પણ ગીરીશભાઈ ચીખલીયા દ્વારા ઉભો કરવામાં આવ્યા હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વિજ્ઞાન શિક્ષક મનીષભાઈ ચંદ્રોલા સહીતના સ્ટાફ અને આચાર્ય પંકજ થોરિયાએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text