શિક્ષણ મંત્રીના નિવેદનથી મોરબીના સ્વ નિર્ભર શાળા સંચાલકો આગ બબુલા

- text


શિક્ષણ મંત્રીના નિવેદનથી મોરબીના સ્વ નિર્ભર શાળા સંચાલકોના ફી ના સાડાત્રણ કરોડ ફસાયા

મોરબી : બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે ફી નિયમન મુદ્દે ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય અને શાળા સંચાલકો હોલ ટીકીટ ન આપે તો સરકાર આપશે તેવી જાહેરાત કરતા મોરબી જિલ્લાની ખાનગી શાળાઓના ફીના સાડાત્રણ કરોડ ફસાતા આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે ધરણા, સુત્રોચ્ચાર અને સરકાર વિરુદ્ધ ધૂન ગાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબીમાં શાળા સંચાલકો દ્વારા ધરણા કરી કાલી પટ્ટી ધારણ કરી શિક્ષણ મંત્રીના નિવેદનનો ઉગ્ર વિરોધ કરી શિક્ષણમંત્રી હાય હાયના સુત્રોચાર કર્યા હતા. સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જીલ્લાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શિક્ષણમંત્રીના નિવેદનથી વિદ્યાર્થીઓ પાસેથી વસુલવાની થતી સાડાત્રણ કરોડ રૂપિયાની ફી અટકી ગઈ છે.
સાથો સાથ શાળા સંચાલકોએ વિધાનસભામાં ગૃહમંત્રીએ શાળા સંચાલકોની બુટલેગર સાથે સરખામણી કરી હોય જેનો ભારે વિરોધ કરી મોરબીના શાળા સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગની કચેરી સામે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી શિક્ષણમંત્રી અને ગૃહમંત્રીના નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
વધુમાં શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારના ગેરવ્યાજબી નિવેદનને કારણે બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ વિતરણ નહિ કરવા નક્કી કરાયું છે. કારણ કે સરકારના ગેરવાજબી નિવેદનથી જે વિદ્યાર્થીઓએ શાળાને ફી નથી ચૂકવી તેઓને જલ્સા પડી ગયા છે અને એકલા મોરબી જિલ્લામાં જ અંદાજે શાળા સંચાલકોના રૂપિયા સાડા ત્રણ કરોડ ફસાઈ ગયા છે અને શાળા સંચાલકો અને વાલીઓ વિદ્યાર્થીઓ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવી સ્થિતિ ઉદ્ભભવી છે.
મોરબીમાં આજના ધરણા વિરોધ પ્રદર્શન બાદ શાળા સંચાલકો દ્વારા સરકાર તાકીદે શાળા સંચાલકોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

- text

- text