હોળી – ધૂળેટીનો પર્વ ઉજવવા મોરબીમાં અનેરો ઉમંગ : આજે ઠેર – ઠેર હોલિકાદહન

- text


મોરબીમાં સો-ઓરડીમાં ૧૪૦૦૦ છાણાની ૧૦ ફૂટ ઊંચી હોળી

મોરબી : મોરબીમાં હોળી ધુળેટીના પર્વને લઈ નગરજનોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે, શહેરની મુખ્ય બજારોમાં ચિક્કાર ગિરદીના માહોલમાં ધાણી, દાળીયા અને ખજૂર, રંગ, પિચકારીની ખરીદી વચ્ચે અહીંના સો ઓરડી વિસ્તારમાં થતી ૧૪૦૦૦ છાણાની ૧૦ ફૂટ ઊંચી હોળી આકર્ષણનું કેન્દ્ર બનશે.

આવતીકાલે હોળીનુ પર્વ છે ત્યારે મોરબીમાં હોળી ધુળેટી પર્વને લઈને લોક હૈયામાં અનેરો હર્ષોલ્લાસ છવાયો છે મોરબી શહેરની દરેક શેરી ગલીઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહન કરાશે લોકો નાળિયેરથી હોળીની પ્રદક્ષિણા કરી પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરશે.

- text

મોરબીમાં સરેરાશ નાની મોટી હોલિકા દહન ના આયોજન કરવામાં આવે છે જો કે ધણી જગ્યાએ ઉંચામાં ઉચી હોળી પ્રગટાવામાં આવે છે આવખતે કદાચ સૌથી મોટી હોળી નું આયોજન મોરબીના સામાકાંઠે આવેલા સો ઓરડી વિસ્તારમાં થયું છે, સો ઓરડી વિસ્તારમાં ૧૦૦ વર્ષથી પ્રાચીન પરંપરા પ્રમાણે હોલિકા દહન થાય છે.

આ વખતે સૌથી ઉંચી હોળીના આયોજન અંગે આ હોળી નું સંચાલન કરતા રામેશ્વર મિત્ર મંડળ ગ્રુપના હરિભાઈ રાતડીયાએ કહ્યું હતું કે આવતીકાલે હોળી નિમિતે સો ઓરડી માં ૧૪૦૦૦ છાણાંની ૧૦ ફૂટ ઊંચી અને ૫ ફૂટ ત્રીજીયા ધરાવતી હોળી પ્રગટાવવામાં આવશે.

હોળીમાં ગોઠ અને જોડાણની રકમ આવે તે ગૌમાતા ના ઘાસચારામાં વાપરવામાં આવતા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

- text