1 માર્ચથી ટંકારાના સસ્તા અનાજના વેપારીઓની હડતાલ

- text


ટંકારા : આવતીકાલે ૧ લી માર્ચથી ટંકારા સસ્તા અનાજના સંચાલકો રાજ્યવ્યાપી હડતાળમાં જોડાઈ જાહેર વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે અને આજે આ મામલે ટંકારા મામલતદારને લેખિત આવેદન અપાયું હતું.

ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એશોસિયેશનની અમદાવાદ ખાતે ગત ૨૬ ફેબ્રુઆરીએ મળેલી કારોબારી બેઠકમા રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સમયમાં આધાર સોફટવેર ની અમલવારી કરવા નક્કી કર્યું છે જે ખામી યુક્ત હોય જેથી દુકાન ધારક અને ગ્રાહકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે અને ગામડા ગામ તો ઠીક પણ સિટી વિસ્તારમાં પણ નેટ કનેક્ટીવીટી થી ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેનાથી કંટાળી આવતીકાલથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

- text

આ મામલે ટંકારા એફપીએસ સંચાલકો દ્વારા આ અંગે મામલતદાર પંડયા ને લેખિતમાં જાણ કરમાં આવી હતી અને આધારકાર્ડ આધારિત સોફ્ટવેરની ખામી દૂર કરી પડતર માંગણીઓ સંતોષવા રજુઆત કરી હતી.

- text