મહાન વૈજ્ઞાનિક સી.વી.રામનના જન્મદિવસ નિમિત્તે લીલાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

- text


પ્રાથમિક શાળા સંકુલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું : લોકાર્પણ

મોરબી : ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી.રામનના જન્મદિવસ અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત મોરબીની લીલાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું હતું સાથો – સાથ શાળા સંકુલમાં સીસીટીવી કેમેરા ફિટ કરતા તેનું લોકાર્પણ કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય વૈજ્ઞાનિક સર સી.વી.રામન ના જન્મદિવસે લીલાપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળામાં લોકસહકારથી ફીટ કરેલ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે લીલાપર ગામના સરપંચ મુકેશભાઈ શેરસીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ સરડવા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા સીઆરસી કોર્ડીનેટર સંદિપભાઈ આદ્રોજા, બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, મુખ્ય શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ વિનોદભાઈ ગોધાણી,મુખ્ય શિક્ષક સંઘના મોરબી તાલુકા પ્રમુખ હિરેનભાઈ ધોરિયાણી ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આવેલ ફિરોઝભાઈ બગથરીયા, રવાપર તાલુકા શાળાની પેટા શાળાના આચાર્યો તથા ગામના આગેવાન દાતાશ્રીઓ નીલેશભાઈ દેથરીયા, જેન્તીભાઈ દેથરીયા, ધર્મેન્દ્રભાઈ દેત્રોજા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.

- text

વિજ્ઞાન દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો નિયમોને સરળ રીતે સમજાવતા પ્રયોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રયોગના માર્ગદર્શક તરીકે રાબડીયા રોહિતભાઈ તથા ભટ્ટ સુરેશભાઈ સાથે-સાથે સંસ્કૃતના સાધન પરિચય માટે પ્રત્યક્ષ મોડલો માટે દેસાઈ વીણાબેન,સેરસીયા વિલાસબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત વિવિધ વિષયના પ્રોજેક્ટને માટીમાંથી નિર્મિત કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન માટે માર્ગદર્શન મોહત રમીલાબેન, કાસુન્દ્રા વર્ષાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રોજેક્ટ કાર્ય પટેલ ભાવનાબેન અને અંબાણી મગનભાઈ દ્વારા બનાવવામાં આવ્યું ઉપરોક્ત કાર્યક્રમની સફળ બનાવવા માટે લીલાપર પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ પારેજીયા તથા શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી.

આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો તથા વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ગામલોકોએ વિદ્યાર્થી દ્વારા નિર્મિત પ્રોજેક્ટ અને પ્રયોગ ને નિહાળ્યા હતા.

- text