ટંકારા : ડોકટર વિરુદ્ધ એસ્ટ્રોસિટીની ફરિયાદ : ફરિયાદ ખોટી હોવાની પાટીદાર સમાજની રજૂઆત

- text


ટંકારા : ટંકારામાં ગઈકાલે દાદાની દવા લેવા આવેલા દલિત યુવાને ડોકટરના મેડિકલ સ્ટોરને બદલે અન્ય મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા  ડોકટરે જાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપતા આ મામલે ટંકારા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી, સામે પક્ષે ડોકટરના બચાવમાં પાટીદારો દ્વારા આ પૈસા પડાવવાનો ખેલ ગણાવી તપાસ બાદ જ એસ્ટ્રોસિટી મુજબ ફરિયાદ લેવા ઉગ્ર રજુઆત કરી હતી.

આ ચકચારી બનાવની વિગત જોઈએ તો ટંકારના લતીપર ચોકડી નજીક ડો.સવજી બારૈયાના દવાખાને ગઈકાલે ખીજડિયા ગામના નરેશભાઈ ચૌહાણ તેમના દાદા દાનાબાપાની દવા લેવા ગયા હતા ત્યારે ડોકટરે બહારની દવા લખી દેતા નરેશભાઈ ડોકટરના પોતાના મેડીકલને બદલે પાર્થ મેડીકલમાંથી દવા લઈને ડોક્ટરને દવા બતાવવા જતા ડોકટરે કેમ બીજા સ્ટોરમાંથી દવા લીધી કહી ફરિયાદી નરેશભાઈને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા મામલો બીચકયો હતો.

આ મામલે નરેશભાઈએ દલિત સમાજના આગેવાનોને જાણ કરતા કાફલો એકત્રિત થયો હતો અને ટંકારા પોલીસે આ મામલે ડો સાવજીભાઇ બારૈયા વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

બીજી તરફ ફરિયાદ ખોટી હોય પટેલ સમાજ એસો ટંકારા દ્વારા મામલતદારને અને પી એસ આઈને  લેખિત આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યાં મુજબ ટંકારામાં એસો નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે અને શાંતિથી ધંધા રોજગાર ચલાવે છે પરંતુ ટંકારામાં ગઈકાલે સવજીભાઈના દવાખાને થયેલ સામાન્ય બોલાચાલીમાં દલિત ભાઈ નરેશભાઈએ એટ્રોસિટી ફરિયાદ દાખલ કરવા અરજી કરેલ જે સદંતર ખોટી છે.

પટેલ સમાજ એસોની માંગણી છે કે કોઈપણ વિરુદ્ધ આવી ફરિયાદ દાખલ કરે તે પહેલા તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ કાર્યવાહી થાય, ટંકારા પંથકમાં સામાન્ય બાબતે આવા વ્યક્તિઓ ખોટી ધમકી આપી ફરિયાદો કરવાની અને એટ્રોસિટી લગાડવાની ધમકી આપે છે અને ઘણા કિસ્સામાં પૈસાનો તોડ કરવામાં આવતો હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું હતું.
આમ ટંકારામાં દવા બહારથી ખરીદવાના નાના એવા મુદ્દે ભારે બબાલ સર્જાઈ છે.

- text