મોરબીના મોડપરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પડી જુગાર રમી રહેલા છ શખ્સોને દબોચી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના મોડપર ગામની ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મનસુખ અમરશી મોરડિયા રહે. ખેવારીયા, શાહબુદીન રહેમતુલ્લા સુરાણી રહે. મોરબી આનંદનગર, રાજેશ દામજી ચૌહાણ રહે. મોડપર, વાલજી ડાયા રાજપરા રહે. ખેવારીયા, દિનેશ કાનજી જાતે વ્યાસ રહે. મોડપર અને અજીત મેઘજી સોઢા રહે. પીપળીયા સહિત કુલ છ આરોપીને દબોચી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૩૯,૦૭૦ જપ્ત કર્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text