મોરબી – માળીયામાં સામાન્ય બાબતમાં મારામારીના બે બનાવ

- text


મોરબી : મોરબી તેમજ માળિયા પંથકમાં સામાન્ય બાબતમાં મારામારીની બે ઘટનાઓ બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મારામારીની ઘટના અંગેની વિગતો જોઈએ તો મોરબીના ગઢની રાંગ પાસે રહેતા ભરત લાબરીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફોન પર તું ચેતન બોલશ, હું ભરત બોલું છું તેમ કહીને ખાટકીવાસ પાસે આવ કહી બે અજાણ્યા શખ્સ બાઈક પર આવ્યા હતા જેને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

- text

જ્યારે બીજી ઘટનામાં માળિયાના મેઘપર ગામે  રહેતા શૈલેષ દેવશીભાઈ સોલંકીની માતા સાથે આરોપી કરશનભાઈ મેપાભાઈ રબારી મેઘપર વાળા સાથે ઝઘડો થયેલ હોય જે બાબતે શૈલેષ સમજાવવા જતા આરોપી કરસનભાઈએ ખાર રાખી શૈલેશને લાકડી વતી મૂઢ મારા ઈજાઓ કરીને ગાળો આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ઉપરોક્ત બન્ને ઘટનામાં મોરબી અને માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text