ટંકારામાં લેઉવા પાટીદાર સમાજનું આધુનિક શૈક્ષણિક સંકુલ નિર્માણ થશે

- text


સમાજ ઉત્થાન માટે કાર્યક્રમ યોજાયો : સમાજના મોભીઓની વિશાળ ઉપસ્થિતિ

ટંકારા : ટંકારા ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિશાળ શૈક્ષણિક સંકુલ ટુક સમયમાં જ નિર્માણ કરાશે, ગઈકાલે ટંકારા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપક્રમે કેળવણીકારોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ગઈકાલે યુવાનોને માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો હતો જેમાં,સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ, મહિલાઓ માટે કેળવણી, બાળઉછેર, આદર્શ માતૃત્વ સહિતના મુદ્દે માર્ગદર્શન આપી વ્યસનમુક્તિ, કુરિવાજ સહિતના વિષયો વણી લેવાયા હતા.

- text

આ પ્રસંગે સૌથી મહત્વની બાબત તરીકે લેઉવા પટેલ સમાજ ટંકારા દ્વારા શૈક્ષણિક સંકુલ માટે લેવામાં આવેલી વિશાળ જમીન ઉપર ટુક સમયમાં જ આધુનિક સંકુલ ઉભું કરવા જાહેરાત કરવામાં આવી હતી.

આ તકે માજી સાંસદ શિવલાલ વેકરિયા, કેળવણીકાર ગોવિંદભાઇ ખૂંટ, ગજેરા શિક્ષણિક સંકુલ અમરેલીના વલ્લભભાઈ રામાણી, કાલાવડ સંકુલના જમનભાઈ તારપરા, સહિત ટંકારા તાલુકા લેઉવા પટેલ સમાજના નોકરિયાત, ઉદ્યોગપતિઓ, ખેડૂત અગ્રણીઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

- text