મોરબીના પીપળી – જેતપર રોડ ઉપર દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

- text


તાલુકા પોલોસે ૧૬ બાચકા દારૂ સાથે સીએનજી રીક્ષા અને ત્રણ શખ્સોને ગિરફતમાં લીધા

મોરબી : મોરબી તાલુકા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન પીપળી – જેતપર રોડ પર થી દેશીદારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને ઝડપી લઈ રૂપિયા ૧, ૦૯,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી – જેતપર રોડ પર તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.એ.ગોહિલ સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ કરતા હતા ત્યારે સીએનજી રીક્ષા નંબર જી.જે.૩૬ ટી.૦૮૫૦ ને અટકાવી તલાશી લેતા રિક્ષામાંથી ૪૮૦ લીટર દેશી દારૂ ભરેલા ૧૬ બાચકા કિ. રૂપિયા ૯૬૦૦ મળી આવતા પોલીસે રિક્ષામાં સવાર તતાન શખ્સોને અટકાયતમાં લીધા હતા.

- text

દેશી દારૂની હેરફેરના આ કિસ્સામાં પોલીસે રીક્ષા ડ્રાઇવર જીતેન્દ્ર પ્રેમજી અગેચણીયા, રે.ઇન્દિરાનગર મોરબી, સલીમ હબીબ જામ, રે.ઉમાંટાઉનશીપ સામે મોરબી, વિજયસિંહ બહાદુરસિંહ ઝાલા, રે રોટરીનગર, લાલબાગ પાછળ વાળાને ઝડપી લઈ ૯૬૦૦ રૂપિયાનો દારૂનો જથ્થો અને સીએનજી રીક્ષા મળી કુલ ૧,૦૯,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.
એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ.એમ.સી.જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ ઝાલા, ઉજ્જ્વલદાન ગઢવી, દિનેશભાઇ બાવળિયા, શક્તિસિંહ જાડેજા તથા કીર્તિસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી.

- text