હળવદ ના રાણેકપર ગામે “મારી શાળા”કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ

- text


પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને રીચ ટુ ટીચ દ્વારા હળવદ તાલુકાની 60 સરકારી શાળામાં “મારીશાળા” કાર્યક્રમ ચલાવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ શાળાએ જવાની ઉમરના તમામ બાળકોનું નામંકન થાય અને સાથે સાથે શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને શિક્ષણ અંગે સમુદાયમાં પોતીકાપણું ઉભું થાય. જે અંતર્ગત રાણેકપર પ્રાથમિક શાળા અને મારીશાળાના કાર્યકર્તા દ્વારા હાજરી કાર્યક્રમમાં સમુદાયનું પોતીકાપણું લાવવા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગનો ઉદેશ 1. “શિક્ષણના મહત્વને લઈને એક સમજ ઉભી કરવી,સમુદાય ઘડતરમાં શિક્ષણની ભૂમિકા, નિયમિત હાજરીનું મહત્વ અને બાળકોના શિક્ષણમાં વાલી જોડાણ.” 2.” સમુદાયના હિતધારાકોને શિક્ષણ અને હાજરીને લઇ એક વિઝન બનાવવામાં મદદ કરવી અને આધારિત આયોજન(એક્શન પ્લાન) તૈયાર કરવું.” 3. બાળકોની ગેરહાજરીના મુખ્ય કારણો અંગે ચર્ચા કરવી.

- text

આ મીટીંગ દરમ્યાન શાળાના આચાર્ય,ડેનીસ ભાઇ કાનબાર શિક્ષકો સરપંચ,SMC અધ્યક્ષ,રતીલાલ ભાઇ.ગોવીંદ ભરવાડ .ગોણાભાઇ. સમુદાય પ્રેરક સુરેસભાઇ ઠાકોર અને ફિલ્ડ ઓફિસર શ્ર્યેસ ભાઇ જોષી હાજર રહ્યા હતા. શરૂઆતમાં આ મીટીંગમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન “મારીશાળા” કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ પ્રવૃત્તિની ઝાંખીનો એક વિડીયો બતાવવામાં આવ્યો, ત્યાર બાદ આવતા એક વર્ષ દરમ્યાન માટે એક વિઝન અંગે ચર્ચા કરવામાં આવી. જમાં “ધો.1 થી 8 ના બાળકોની હાજરી આ વર્ષની એવરેજ એટેન્ડન્સની સરખામણીએ આવતા વર્ષના એવરેજ એટેન્ડન્સમાં 10% વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું.” જે માટે આવતા સમયમાં વાલીઓ સાથે મોહલ્લા મુજબ મીટીંગ કરી જાગૃતિ લાવવી. બાળકો પોતાના બાળકના શિક્ષણ અંગે જાગૃત થાય અને ગામમાં એક શૈક્ષણિક વાતાવરણ ઉભું થાય. બાળકોની હાજરીમાં નિયમિતતા માટે કેવા પ્રયત્નો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી.

- text