મોરબીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસે ગઈકાલે રાત્રે બે અલગ – અલગ દરોડામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી એ ડીવીઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી ૨-૩ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા ધીરજ હેમુદાન ગઢવી (ઉ.૫૦) રહે- શકત શનાળા થી રાજપર જવાના રસ્તે ધરમનગર સોસાયટી, અનવર હુસેન કટિયા (ઉ.૫૨) રહે-મોરબી મફતિયા પરા, જુમાભાઈ હાજીભાઈ પીલુડીયા (ઉ.૫૯) રહે- જુના બસસ્ટેન્ડ નજીક ગેબનશાહ દરગાહ પાસે અને રફીક રસુલભાઈ જેડા (ઉ.૩૪) રહે-કાલિકા પ્લોટ વાળાને રોકડ રકમ ૧૬૮૦ સાથે ઝડપી પાડયા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં લાતીપ્લોટ શેરી ૪-૫ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા ઇમરાન ગફારભાઈ ઘાંચી (ઉ.૩૫) રહે- લાતીપ્લોટ શેરી-૮, ઇકબાલ કાસમભાઈ ઘાંચી (ઉ.૩૦) રહે-લાયન્સ નગર અને પ્રવીણ માવજીભાઈ મકવાણા રહે-વણકરવાસ વાળાને રોકડ રકમ ૧૪૫૦ સાથે ઝડપી લઈ જુગરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text