મોરબીમાં અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા બાળકો

- text


સરસ્વતી શિશુમંદિર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંપ્રત મુદા છવાયા

મોરબી : શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી મોરબીની સરસ્વતિ શિશુમંદિર શાળા ખાતે અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો દ્વારા સાંપ્રત બાબતોને ઉજાગર કરી હતી.

શિશુમંદિર ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા સરસ્વતી સ્તુતિ, કોણ એ કોણ, જો નિશાળે કોયલ બોલી, વેશભૂષા, અબ જાગ ઉઠો, ધ્રુવનું નાટક, છોડો પ્લાસ્ટિક થેલી, મૈત્રીબેનની આરોગ્ય વિશયક માહિતી, વંદે માતરમ, કોણ હલાવે લીમડી, વેશભૂષા, એક ઝરણ ગાતુ તું, જંગલ કેરા પ્રાણી ઓ, હેત્વીબેન દીકરી વિશે કહાની, હસતા રમતા બાળ, સ્વચ્છ ભારત, નાના-નાના બાલુડાની, ભારત માતાની સ્તુતિ, અને છેલ્લે બાળકો શાંતિમંત્ર પઠન કરાયો હતો.

- text

આ અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના ૨૩૫ બાળકોએ ભાગ લીધો હતો અને પોતામાં છુપાયેલી કલાનો પ્રેક્ષકોને પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે બી.એન.વિડજા, નિલેશભાઈ રાણીપા, જેન્તીભાઈ રાજકોટિયા, ડો.જયેશભાઈ પનારા, ડો.વિજયભાઈ ગાઢિયા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓને વધાવી બિરદાવી હતી.

- text