મોરબીના જેતપરમાં જુગાર રમતા 4 શખ્સો ને ઝડપી લેતી તાલુકા પોલીસ

- text


25,300 રોકડ સહિતનો મુદામાલ કબ્જે કાર્યો

મોરબીના જેતપર ગામ નજીક રાપર જવાના રસ્તે તળાવ કાંઠા નજીક જાહેરમાં જુગાર રમતા 4 શખ્સને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 25,300 રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ જેતપર ગામ નજીક પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન જેતપરના રાપર જવાના રસ્તે નદીના કાંઠે જુગાર રમતા જેતપર ગામના જીલાભાઈ રવાભાઈ પરસાડીયા, નરેન્દ્ર પુરી ન્યાલપુરી ગૌસ્વામી,રાજા વેલાભાઈ ગમારા, અને શાહિદ હબીબ કેડાને ઝડપી લીધા અને તેમની પાસેથી રોકડ 25,300 રોકડ સહિતના મુદામાલ કબ્જે કરી વધુ તપાસ માટે તાલુકા પોલિસ સ્ટેશને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- text

 

- text