મોરબીના સોખડામાં નર્મદા કેનાલનું કામ તાકીદે પૂર્ણ કરવા ખેડૂતોની રજુઆત

- text


માઇનોર કેનાલનું કામ ઝડપભેર પૂર્ણ થાય તો રણકાંઠાના ખેડૂતોને ફાયદો

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામમા અધૂરી નર્મદા કેનાલનુ કામ પૂર્ણ કરવા ખેડૂતોએ રજુઆત કરી રણકાંઠાની સુકી ભઠ્ઠ જમીનને હરિયાળી બનાવવા માંગણી ઉઠાવી છે.

મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા મારફતે સરકારમાં રજુઆત કરતા સોખડા કિશનગઢ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે સીમમાંથી પસાર થતી મેઇન કેનાલમાઘી માઇનોર ક્રેનાલનુ કામ અડધુ થયેલ છે. અડધુ કામ બાકી છે,જે તાત્કાલીક પૂર્ણ થાય તેવી અમારી વિનંતી છે.

આ અગાઉ તા. રપ્/૦૩/૨૦૧૭ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી મોરબી, નાયબ કાર્યપાલક ઇજનેર . સૌરાષ્ટ્ર શાખા નહેર -મોરબી ને લેખિતમા રજુઆત કરવા છતાં આજદિન સુધી પગલાં ભરવામાં આવ્યા નથી તેમજ આ બાબતે કોઇ કાર્યવાહી થયેલ નથી.

કેનાલમા આશરે ૪૦૦૦ વિઘા જમીનનું કામ પુરૂ થાય તો ગામના લોકોનો રોજી રોટીનો પ્રશ્ન હલ થાય તેમ છે. કેનાલ બાબતે વાંધાવાળા ખેડુતો સાથે ચર્ચા વિચારણા કરી લેંડ ઇંટરનલ કેનાલ અને નાળા મૂકી આ પ્રશ્ન હલ થઈ શકતો હોવાનું તેમને રજુઆતમાં જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે રણની નજીક રહી વિપરીત સંજોગોમાં ખેતી કરી પોતાની રોજી-રોટી ચલાવી રહેલા ખેડૂતોની જમીનનું વિભાજન થતા સૂકી ખેતીમાં ખેડુંતોને રોજગાર કઠીન બન્યા છે.

આ સંજોગો માં સરકારશ્રી દ્રારા સૌની યોજના જેવા કાર્યક્રમોની બધા જ ખેડુતોને ફાયદો થાય તેમ હોય ઝડપથી આ વિસ્તારમાં કેનાલના અધૂરા કામ શરૂ કરી પૂર્ણ કરવા જરૂરી છે અને હાલમાં ખેતરોમાં વાવેતર ન થયુ હોય ત્યાં સુધીમાં આ કામ સરળ બની રહેશે તેવુ બહુમતી ખેડુતોએ જણાવ્યું હતું.

રાષ્ટ્રહીંત માટે અને ખેડ્તોના હીત માટે બને તેટલું ઝડપથી આ અધૂરું કામ પૂર્ણ કરી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ભુમિ લીલીછમ બનવવા અંતમાં ખેડૂતો દ્વારા માંગ ઉઠાવી ન્યાય માંગવામાં આવ્યો હતો.

- text