મોરબી : બેંકોમાં આવતા લોકોને ઠગતા બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીની અલગ-અલગ બેન્કો પર પોતાના વતનમાં રૂપિયા મોકલવા માટે આવતા કારખાનામાં મજુરીકામ કરતા મજુરોને કાગળની થપ્પી ગોઠવેલ ગાંઠો વાળેલ રૂમાલ આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરતી ઠગ ગેંગના બે શખ્સોને મોરબી સીટી “એ” ડીવી. પોલીસે ઝડપી લીધા છે.

આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તા.૧૬/૦ર/ર૦૧૮ ના કલાક ૧૧/૩૦ વાગ્યા ના અરસામાં શ્રી નકુલભાઇ રંગલાલ યાદવ રહે. મીતાણા તા. ટંકારા મુળ રહે. મોતીપુર ભુઆલ, તા. ભાટપારરાણી – મોરબી શહેરમાં વિજય ટોકીઝની સામે આવેલ પંજાબ નેશનલ બેન્કમાં પોતાની કમાણીના રૂ. રપ,પ૦૦/- જમા કરાવવા આવેલ હતા ત્યારે બેન્કમાં લાઇનમાં ઉભા હતા ત્યારે બે ઇસમો જેમાં એક ઇસમ એક હાથે અપંગ હતો તે બન્ને ઇસમો પૈકી એક ઇસમે નકુલભાઇને પોતાનું નામ રાજુ સહાની અને બીજાએ સુનીલ સાહ છીએ અને બિહારી છીએ તેમ જણાવી અમને બેન્કમાં પૈસા જમા કરાવવાનું ફોર્મ ભરતાં નથી આવડતું તમે ભરી આપો તેમ વાત કરી અને તેમની પાસે રૂમાલમાં ગાંઠ વાળેલ અંદર રૂપીયાની થપ્પી બતાવેલ અને આ રૂમાલમાં દોઢ લાખ રૂપીયા છે જે અમે ચોરી કરી લાવેલ છીએ અને ફરીયાદીને એમ પણ જણાવેલ કે અમારી પાસે આધાર કાર્ડ નથી જેથી આટલા રૂપીયા બેન્ક વાળા જમા લેશે નહિ જેથી તમે તથા તમારા કોઇ મિત્રના ખાતામાં જમા કરાવી દો જે બદલ અમે તમને ખર્ચાની રકમ આપીશું તેવો વિશ્વાસ આપેલ અને ફરીયાદીને બેન્કની બહાર લઇ ગયેલ અને ફરીયાદીને વાતોમાં અભિભૂત કરી તેમ જણાવેલ કે તમારી પાસે કેટલા રૂપીયા છે જેથી ફરીયાદીએ પોતાની પાસે રૂ. રપ,પ૦૦/- હોવાનું જણાવતાં આરોપીઓએ ફરી. ને કહેલ કે તમે અમોને તમારી પાસેના રૂપિયા આપી દો અને અમે તમને આ રૂમાલમાં છે તે દોઢ લાખ રૂપીયા આપી દઇએ. જેથી ફરીયાદીએ તેઓને રૂ. રપ,પ૦૦/- આપી દીધેલ અને આરોપીઓએ ગાંઠો વાળેલ રૂમાલમાં પૈસા હોવાનું જણાવેલ તે આપતાં ફરી. તે લઇને બેન્કમાં જઇ પૈસા જમા કરાવવાની સ્લીપ ભરી રૂમાલની ગાંઠ ખોલતાં તેમાં રૂપીયાના બદલે કાગળોની થપ્પી હતી. કોઇ રૂપિયા ન હતા. જેથી ફરી. પોતે છેતરાયા હોવાની ખાત્રી થતાં તરત જ બહાર જઇને જોતાં બન્ને આરપીઓ મળી આવેલ નહી અને આજુ બાજુ તપાસ કરતાં મળી ન આવતાં તા. ર૩/૦ર/ર૦૧૮ ના રોજ આ બાબતે એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવવામાં આવી હતી.

- text

ઉપરોકત ફરીયાદના બાબતે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડની સુચના અને મોરબી વિભાગના ના.પો.અધિ. શ્રી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ સદરહુ ગુન્હા જેવા અન્ય ગુન્હા બનવા ના પામે તથા આ ગુન્હો આચરનાર આરોપીઓ બીજો કોઇ ગુન્હો કરે તે પહેલાં જ પકડી પાડવા અમારા સર્વેલન્સની ટીમો બનાવી જુદી જુદી બેન્કોની બહાર વોચ ગોઠવેલ અને આ કામે મોરબી સેફર સીટી પ્રોજેકટ અંતર્ગત સી.સી.ટી.વી. ફુટેજ જોતાં મજકુર આરોપીઓ ગુન્હો આચરી બેન્કથી નીકળી ગયા બાદ રોડ પર જતા જણાયેલ અને ફરીયાદીએ તે આરોપીઓ છે તેની પુષ્ટી આપેલ જે અનુસંધાને આજ રોજ પીઆઇ આર.જે.ચૌધરી તથા PSI શ્રી એમ.વી. પટેલ ટીમ સાથે સવારના ૧૧/૦૦ વાગ્યાથી બેન્ક આગળ વોચમાં હતા ત્યારે પો.કો. નિર્મળસિંહ રામસિંહ ઉપરોકત ગુન્હાના વર્ણનવાળા બે ઇસમોને પરાબજાર એસ.બી.આઇ. બેન્કના એ.ટી.એમ. માં રૂપીયા જમા કરાવવા વાળા લોકોની લાઇન હતી ત્યાં આગળ આવેલા હોવાનું જોઇ જતા પોલીસે તેમને ઝડપી ઝડતી તપાસ કરતાં સદરહુ ઇસમો (૧) રાજુસહાની દરોગાસહાની મલા(મછીમાર) ઉ.વ.-૩૦ તથા (૨) સુનિલસાહ અર્જુનસાહ તૈલી ઉ.વ.-૨૮ બંન્ને હાલ રહે. આદીપુર બસ સ્ટેન્ડ પાછળ, મણિનગર ઝુંપડપટ્ટી શેરી નં. ૧ તા.ગાંધીધામ જી.કચ્છ-ભુજ અને મુળ રહે. ચાંદપરસા ગામ થાના કેસરિયા તા.ભગવતિયા જી.મોતીહારી, બિહાર રાજયના હોવાનુ જણાવેલ. તેઓની કડકાઈથી પૂછપરછ કરતાં ઉપરોકત જણાવેલ ગુનાની કબૂલાત કરતાં હોય તે બંન્નેની અંગ ઝડતી કરતાં બન્ને પાસેથી કુલ રૂપિયા ૧પ,પ૦૦/- તથા એક – એક મોબાઇલ મળી બન્ને મોબાઇલની કિ. રૂ. ૧૦૦૦/- તથા આવા ગુન્હા આચરવા માટે રૂમાલમાં ગાંઠો વાળેલ રૂપીયાના બંડલ હોય તેવા દેખાતા અંદર કાગળોની થપ્પીઓ વાળા બંડલ નંગ –ર મળી કુલ મુદામાલ રૂ. ૧૬,પ૦૦/- નો ગણી પોલીસે કબ્જે કરી બંન્નેને આજરોજ તા.૨૪/૦૨/૧૮ ના ક.૧૨/૩૦ વાગે અટક કરી આગળની વધુ તપાસ પો.સ.ઈ. શ્રી એમ.વી.પટેલ સા.ના ઓએ હાથ ધરેલ છે તથા સદરહુ આરોપીઓની વધુ પુછપરછ કરતા સદર ગુનાના બનાવ સિવાય આ બંન્ને ઈસમોએ આજ પ્રકારની M.O. થી છેલ્લા બે મહિનામાં અલગ-અલગ દિવસોએ મોરબીની અલગ-અલગ બેંકો પાસે ઉભેલા ત્રણ મજુરો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરેલાની કબુલાત આપેલ છે.
સદરહુ કામગીરીમાં મોરબી સીટી એ. ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.જે.ચૌધરી, પો. સબ ઇન્સ શ્રી એમ.વી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના અ.હે.કોન્સ. રસિકભાઈ ભાણજીભાઈ તથા અ.હે.કોન્સ. મણિલાલ રામજીભાઈ તથા અ.પો.કો. કિશોરભાઈ મેણંદભાઈ તથા અ.પો.કો. શક્તિસિંહ લખધીરસિંહ તથા અ.પો.કો. નિર્મળસિંહ રામસિંહ તથા અ.પો.કો. અજીતસિંહ લક્ષ્મણસિંહ તથા અ.પો.કો. શેખાભાઈ સગરામભાઈ તથા અ.પો.કો. ભરતભાઈ આપાભાઈ તથા અ.પો.કો. રણજીતસિંહ ઉમેદસિંહ તથા અ.પો.કો. રવિરાજસિંહ દાજીભા વિ. સ્ટાફના માણસોએ સદરહુ ગુન્હો ડીટેકટ કરવામાં અગત્યની ફરજ બજાવેલ હતી.

- text