વાંકાનેર મચ્છું-૧ ડેમના કમાંન્ડ વિસ્તારના પાણી વિતરણથી જગતનો તાત ખુશખુશાલ

- text


સેકશન અોફિસર પરેશભાઈ પાચોટીયાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રની સૌથી લાંબી કેનાલમાં રવિ પાકનું પાણી વિતરણનુ આયોજન

હડમતીયા : સૌરાષ્ટ્રમાં વાંકાનેર મચ્છુ-૧ ડેમની સૌથી લાંબી ૬૫ કિ.મી. અંતરની નહેરમા આવતા કમાન્ડ અેરિયાના વાંકાનેર સેક્શન-૧ ના ૧૭ ગામ તેમજ હડમતિયા સેક્શન-૨ ના ૧૩ ગામ મળીને કુલ ૩૦ ગામના ખેડુતોને રવિ પાકનું પાણી વિતરણ કરીને જગતાતને ખુશખુશાલ કરતા સેક્શન અોફિસર પરેશભાઈ પાચોટીયા સાહેબ તેમજ તેમના સ્ટાફનું સુંદર આયોજન ઉડીને આંખે વળગે તેવું રહેતા તમામ ગામના ખેડુતોઅે અેરીગેશન કર્મચારીઅોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ તો આવડી મોટી ૬૫ કિ.મી. ની નહેરમાં બે સેક્શન અોફિસરો હોય છે પણ આ રવિ પાકની સિઝનમાં અેક જ અોફિસર તેમજ અોછા સ્ટાફની મદદથી પાણી વિતરણ કરીને જગતના તાતને ખુશખુશાલ કરી દેતા ખેડુતવર્ગમાંથી અોફિસરને અભિનંદન પાઠવ્યા છે. ખેડુત મિટિંગમાં છ પાણ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો આ માંગણીને સંતોષકારક પુર્ણ કરીને બંને સેક્શન મળીને કુલ ૩૧૦૦ હેક્ટરના રવિપાકને પાણી વિતરણ કરીને છેવાડાના ખેડુતને ન્યાય આપ્યો છે. અગાઉના સિંચાઈના આયોજન કરતા આ વર્ષ ૨૦૧૭-૧૮ ના પાણી વિતરણ સુંદર રહ્યું છે. હજુ પણ સારા અેવા પ્રમાણમા પાણીનો જથ્થો ઉપલ્બ્ધ રાખેલ છે. સેક્શન અોફિસરની નાની ઉંમરમાં આવુ આયોજન પહેલી જોવા મળતા ખેડુતવર્ઞમાં પણ નામના મેળવી છે.
આવી સુંદર પાણી વિતરણની કામગીરીમા સેક્શન-૨ ના વર્ક આસિસ્ટન કે.અે. નિમાવત, જે.જે. દવે, અેમ.અેમ. ભાટીયા તેમજ રોજમદાર સ્ટાફે ખેડુતોના નાકા સુધી નહી પણ હ્દય સુધી સંતોષકારક પાણી પહોચાડતા અભિનંદન વર્ષા થઈ રહી છે અને આ વર્ષે રવિ પાકનું મબલખ ઉત્પાદન થશે તેવી ખેડુતોમા હૈયા ધારણા છે.

- text

- text