મોરબીમાં દુકાન સામે બાઇક પાર્ક કરવા મુદ્દે વેપારી ઉપર હુમલો

- text


મોરબી : મોરબીમાં દુકાન સામે બાઇક પાર્ક કરવાની ના પાડનાર વેપારી ઉપર ચાર શખ્સોએ હીચકારો હુમલો કરતા મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શાકમાર્કેટ ચોક નજીક દુકાન ધરાવતા આબીદભાઈ હુસેનભાઈ અદાણીએ પોતાની દુકાન સામે બાઇક પાર્ક કરવાની ના પાડતા અમીન અજિતભાઈ, યાકુબ અબ્દુલભાઇ, શહેઝાદ અને અજિત અબ્દુલભાઇ નામના આરોપીઓએ એક સંપ કરી વેપારી દુકાન બંધ કરી જી રહ્યા હતા ત્યારે હુમલો કરતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે ખોજા વેપારીની ફરિયાદને આધારે હુમલાખોર ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text