મોરબીમાં પૂર્વ પત્ની ઉપર એસિડ ફેકનાર શખ્સ ૨૪ મી સુધીના પોલીસ રિમાન્ડ

- text


મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં ગત તા.૧૯ના રોજ પૂર્વ પત્ની ઉપર એસીડ ફેકનાર શખ્સને અદાલતે તા. ૨૪ ફેબ્રુઆરી સાંજે પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બીનીતાબેન આડેસરા પર એસિડથી હુમલો કરવામાં આવતા આ મામલે પોલીસે આરોપી એવા પૂર્વ પતિ કમલેશ પટેલને રાજકોટથી દબોચી લીધો હતો જેને કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર અદાલતે તા.૨૪ સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

વધુમાં ફરીયાદી બીન્તાબેન વિશાલભાઇ આડેસરા ઉ.વ.૨૩ રહે.વાઘપરા શેરીનં.૯ વાળી ને આરોપી સાથે છુટાછેડા થઇ ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી કલ્પેશભાઇ મનસુખભાઇ ગઢીયા, પટેલ રહે. રાજકોટ વાળા એ બીનીતાબેનનો ચહેરો વિકૃત કરવા ના ઇરાદે ચહેરા ઉપર એસીડ ફેકી ચહેરા તથા આંખ તથા ગળા, છાતી ના ભાગે એસીડ વડે દઝાડી ગંભીર ઇજા કરી પોતાના મોટર સાયકલ સાથે નાસી જતા ભોગ બનનાર મહિલાને સિવીલ હોસ્પિટલ મોરબી ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

- text

આ ઘટના અંગે મોરબી એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરીએ આરોપી કમલેશને કોર્ટમાં રજૂ કરી ગુંન્હો આચરવા આરોપી એસિડ ક્યાંથી લાવ્યો, ક્યારે મોરબી આવ્યો અને ઘટનાને અંજામ આપી શું કર્યું તે સહિતની હકીકતો બહાર લાવવા રિમાન્ડ માંગતા નામદાર અદાલતે ૨૪ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

- text