મોરબી અમદાવાદ વચ્ચે કાર શેરિંગ ગ્રુપ બન્યું

ઇંધણ બચાવવાની સાથે માનવ સમય અને પૈસાની બચત

મોરબી : ઔધોગિક નગરી મોરબી અને અમદાવાદ વચ્ચે અનેક લોકો અપડાઉન કરી રહ્યા છે અને હવાઈ યાત્રા માટે પણ લોકોનું આવન જાવન વધુ હોય મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા એક કાર શેરિંગ ગ્રુપ બનાવી ઇંધણ બચાવવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

મોરબી થી અમદાવાદ અને અમદાવાદ થી મોરબી દરરોજ ઘણા બધા લોકો અપડાઉન , એરપોર્ટ ટ્રાન્સફર કરતા હોય છે તેમા કોઇ એરપોર્ટ જતા હોય તો કોઇ રીટર્ન આવતા હોય ત્યારે આ ગ્રુપમાં કાર શેર કરી અને ખર્ચની સાથે ફયુલ અને માનવ સમય બચાવવાના ઉદેશ્યથી આ ગ્રુપ બનાવાયુ છે.

જો કે મોરબીના લોકો માટે જ આ ગ્રુપ છે અને આ ગ્રુપમા મોરબીના ટેક્સી એસોસિએશનને પણ જોડવામાં આવશે જેથી કરીને તેઓ પણ ગાડી રીટર્ન આવતા હોય કે જતા હોય તો તેનો લાભ પણ લઇ શકાય.