મોરબી લાલપર પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડની જોખમી હાલત

- text


હાઇવે રોડ પર કડ હોવાથી વાહન ચાલકો પર અકસ્માત નો ભય

મોરબી : મોરબી ના લાલપર ગામ પાસેના નેશનલ હાઇવે પરના સર્વીસ રોડમાં જોખમી કડ હોવાથી વાહન ચાલકો પર અકસ્માત નો ભય તોળાઈ રહ્યો છે. તેથી વહેલી તકે તંત્ર મરમત કરે તેવી માંગ ઉઠી છે.

મોરબી નજીક નેશનલ હાઇવે પર વારસો પહેલા વાહન ચાલકો ને સરળ અને સુલભ સુવિધા મળી રહે તે માટે બનાવાયેલી ફોર લાઈન ક્રમશ ફોરલેન નેશનલ હાઈવે સમસ્યાનું ઘર બની ગયો છે. તૂટેલી જોખમી રેલિંગ , ઉભરાતી ગટર, રોડ પર ના ગાબડા, સર્વિસ રોડ પર વાહનોની કતારો સહિતની અનેક સમસ્યાઓમાં એક નવી સમસ્યા ઉમેરાઇ છે. જેમાં લાલપર નજીક નેશનલ હાઇવેના રોડ પર જોખમી કડ પડી ગઈ છે.

- text

સર્વીસ રોડ ઉપર કડ હોવાને કારણે અને ત્યાં સલામતી ની આડાસ ન હોવાને કારણે વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઉદભવી છે. ખાસ કરીને રાત્રે અહીં લાઈટ ન હોવાથી પુરપાટ દોડતા વાહનોને જોખમી કડ ને લીધે અકસ્માત થવાનો સંભવ છે. અને વાહન ચાલકો પર અકસ્માતનુ જોખમ હોવાથી સત્વરે જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી વાહન ચાલકો માં માંગ ઉઠી છે.

- text