ટંકારામાં એસ.એસ.સી.બોર્ડની મોક એકઝામ યોજાઈ

- text


સરદાર પટેલ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા આયોજન

ટંકારા : વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા ટંકારાની સરદાર પટેલ વિદ્યાલય ખાતે એસ.એસ.સી બોર્ડની મોક એક્ઝામ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

ટંકારાની સરદાર પટેલ વિદ્યાલય માં પ્રિ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ, ઉપ પ્રમુખ નિલેશભાઈ, મંત્રી બળદેવભાઈ તથા ટંકારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ યોગેશભાઈ, દિલીપભાઈ બારૈયા, ટી.કે.પાડલીયા, રાજકોટિયા ભરતભાઈ,મનીપરા વાત્સલ્યભાઈ, આંબલિયા અશ્વિનભાઈ, સંઘાણી ભાવેશભાઈ વગેરે હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આયોજન બદલ નવજ્યોત & સરદાર પટેલ વિદ્યાલય વતી વિજયભાઈ અને કિરીટભાઈ ભાડજા આભાર વ્યક્ત કર્યો હતો.

- text