વાંકાનેરમાં ૧૫૫ દિવ્યાંગોનું યુનિક આઈડી કાર્ડનું રજીસ્ટ્રેશન

- text


મોરબી જિલ્લામાં યુનિક આઈડી રજીસ્ટ્રેશનની કામગીરી પુરજોશમાં કુલ ૧૨૫૦ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન

વાંકાનેર : મોરબી જિલ્લામાં દિવ્યાંગોના રજીસ્ટ્રેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત વાંકાનેરમાં યોજાયેલ કેમ્પમાં ૧૫૫ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ના દિવ્યાંગ લાભાર્થી માટે (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈ કાર્ડ કેમ્પ સમાજ સુરક્ષા કચેરી મોરબી, તેમજ આશીર્વાદ વિકલાંગ સંસ્થા-સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત આ કાર્યક્રમ ગાયત્રી મંદિર, વાંકાનેર ખાતે યોજાયેલ જેમા આજે વાંકાનેર તાલુકાના કુલ ૧૫૫ દિવ્યાંગ લાભાર્થીનુ રજીસ્ટ્રેશન (યુ.ડી.આઈ.ડી) પોર્ટલ પર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી,

આ કામગીરીમા સમીરભાઈ લઘડ, હિમાંશુભાઇ તેમજ આશીર્વાદ વિકલાંગ સંસ્થા-સુરેન્દ્રનગરના સંચાલક મિત્રો દ્વારા સ્થળ પર આયોજન કરવામા આવેલ. જિલ્લાના સમગ્ર કાર્યક્રમના લાયજન તરીકે સમાજ સુરક્ષા કચેરી મોરબી ના પ્રોબેશન ઓફીસર એસ.વી. રાઠોડની આગેવાનીમા આ કેમ્પનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતું, જેથી દિવ્યાંગ લાભાર્થીને તેમના તાલુકા મથક પર આ સુવિધા મળી રહે.

- text

વધુમા એસ. વી. રાઠોડના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના તમામ વિકલાંગ વ્યક્તિ ને (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈ કાર્ડ પોર્ટલ પર માર્ચ અંત સુધીમા લાવવાનો પ્રયાસ કરવામા આવશે, જેના દ્વારા જિલ્લા ના દરેક વિકલાંગ વ્યક્તિને પોટઁલ પર લાવી શકાશે, હાલ જિલ્લામા ૯૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયેલ છે, જ્યારે ૩૫૦ જેટલા નું રજીસ્ટ્રેશન શરુ છે. આમ કુલ ૧૨૫૦ થી વધુ નો અંક વટાવી ચુકેલ છે.

- text