મોરબીમાં ૩૩ લાખ રૂપિયાની ચોરી કરનાર નેપાળી શખ્સોને મુંબઈથી ઉપાડી લેતી એલસીબી

- text


બરફના કારખાનામાં કામ કરતા ત્રણ નેપાળી શખ્સોએ ઘરધણી બહારગામ જતા ૩૩ લાખની માલમતાની કરી હતી ચોરી

મોરબી : મોરબીના પૃથ્વીરાજ પ્લોટમાં આવેલ બરફના કારખાનામાં કામ કરતા નેપાળી શખ્સોએ ઘરધણી બહારગામ જતા જ સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત ૩૩,૧૭,૫૦૦ ની ચોરી કરતા આ પ્રકરણમાં એલસીબી સ્ટાફે બાતમીને આધારે મુંબઈથી બે નેપાળી શખ્સોને ઉપાડી લઈ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે.
મોરબીના સનાળા રોડ ઉપર પૃથ્વીરાજ પ્લોટ શેરી નંબર-૨માં રહેતા અને બરફનું કારખાનું ધરાવતા મોહનભાઇ કુબેરભાઈ પૂનાણી, સતવારા, ઉ.૫૮ ઉપરોક્ત સરનામે શક્તિ બરફ નામનું કારખાનું ધરાવે છે અને તેઓ તા.૩ ડિસેમ્બરના રોજ પરિવાર સાથે બહાર ગામ ગયા બાદ બરફના કારખાનામાં જ કામ કરતા રમેશ બુઠ્ઠા, કરણ અને રાહુલ મૂળ રહે ત્રણેય નેપાળ વાળા ઘરની તિજોરી તોડી ૧૬ તોલા સોનાના દાગીના કિ.૩.૨૦૦૦૦,હેંડી કેમેરા કિ.૫૦૦૦૦,  ચાંદી કિલો એક કિ.૩૦૦૦૦ અને ઘરની તિજોરીમાં પડેલા ૨૯,૧૫,૦૦૦૦ લાખ મળી રૂ.૩૩,૧૭,૫૦૦ ની માલમતા કબાટની તીજોરી તોડી લઈને નાસી છુટ્તા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

ચોરીની આ ચકચારી ઘટનામાં મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે રત્નબહાદુર બજીરે વિશ્વકર્મા ઉ.૩૮, રે, મલાડ ઇસ્ટ, મુંબઈ, મૂળ રહે, ઠુલાઘર ગામ, નેપાળ તથા ધનબહાદુર જોખે વિશ્વકર્મા, રે. ઉમેશ વડાપાવ, મુમરા કૉશા, મુંબઈ, મૂળ રે.ચોથી કોટ નેપાળ વાળાને ઝડપી લઈ મોરબીની માતબર ચોરીની ઘટનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text