માળીયા મિયાંણા નજીક રૂ.29 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ભીમસર ચોકડી નજીક આર.આર.સેલ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રકને ઝડપી લીધો : રૂના કોથળા નીચે સંતળેલા  દારૂ સહિત કુલ રૂ 39 લાખના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ

મોરબી : માળીયા નજીક ભીમસર ચોકડી પાસે આર.આર.સેલ ની ટીમે બાતમીના આધારે રૂ.29 લાખનો દારૂ બિયરનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.

આર.આર.સેલની ટીમે બાતમીના આધારે ભીમસર ચોકડી પાસે પીબી 11 સિજે 2934 નંબરના ટ્રક ને ઝડપી લીધો હતો. જેમાં 750એમેએલની 5,616 તથા 180 એમએલની 2352 બોટલ તેમજ 500 એમએલના બિયરના ટીન 6,816 સહિત કુલ રૂ. 29 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલા ટ્રક સાથે બલવિંદરસિંગ ઉર્ફે બંટી સુખદેવસિંગ મજબી રહે પંજાબ તથા મલકતસિંગ અમરીકસિંગ મજબી રહે પંજાબ વાળાને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં આર.આર.સેલની ટીમે માળીયા મિયાંણા પોલીસ મથકમાં ટ્રક સાથે ઝડપાયેલા બંને શકશો તેમજ ટ્રકના માલિક સંજયકુમાર પ્રભુ ડિયાલ અને દારૂ મોકલનાર કુલદીપસિંગ રાતનસિંગ સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધાવ્યો છે. આ ઉપરાંત પોલીસે આ દારૂ અહીં કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી છે.
જ્યારે ગુજરાતમાં ટ્રક ભરીને દારૂ મળી આવાની ઘટના ઘણું બધું કહી જાય છે.