હળવદ નગરપાલીકાની ચૂંટણીમાં ૬૬. ૭૬ટકા મતદાન

- text


શહેરના રાજોધરજી શાળા, ડીવી કોલેજ, પંચમુખી વિસ્તાર, કુંભારપરા સહિતના બુથો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ હતી જેમાં મતદારો મતદાન કરવા બુથ પર ધસારો જોવા મળ્યો હતો તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. આ તકે મોરબી જિલ્લાના ડીવાયએસપી સહિત પાલીકાની ચુંટણી માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને છેલ્લે સાજના ૫ વાગ્યા સુધી કન્ટ્રોલરૂમમાંથી જાણવા મળતાં આંકડા મુજબ ૬૬.૭૬ ટકા મતદાન નોંધાયુ છે.જયારે સૌવથી વધુ વોર્ડ નં ૧ મા ૭૭.૬૭ જયારે સૌવથી ઓછું વોર્ડ નં ૪ મા મતદાન નોધાયુ છે
હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના ૩૩ બુથો પર મતદાન આજે વહેલી સવારથી શરૂ થયુ હતુ. શહેરના રાજોધરજી શાળા, ડીવી કોલેજ, પંચમુખી વિસ્તાર, કુંભારપરા, આનંજ પાર્ક સહિત ૩૩ બુથો મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતાં. હળવદ નગરપાલીકાના સાત વોર્ડના ૨૮ બેઠક માટે આજે સવારના ૮ વાગ્યાથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. હળવદના તમામ બુથો પર લોકશાહી પર્વ ઉજવવા મતદારો જોવા મળ્યા હતા. મતદાન મથકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોરબી જિલ્લા ડીવાયએસપી બનો જોશીએ શહેરના સંવેદનશીલ ગણાતા ૧૭ બુથો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ડીવી કોલેજના વોર્ડ નં.પાંચમાં ૧૦૫ વર્ષના માજી તેમજ પંચમુખી વિસ્તારમાં આવેલ શાળામાં ૯૦ વર્ષના ભાયાભાઈ ભરવાડે મતદાન કર્યુ હતું તો વરરાજા મેહુલ કુરીયાના લગ્ન પ્રસંગ ટાણે મતદાન કરી લોકશાહી પર્વની સાચી છાપ મુકી હતી.

- text

પ્રાંત અધિકારી અજય દહિયા પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પાલીકાની ચૂંટણી માટે છેલ્લે ૫ વાગ્યા સુધી ૬૬.૭૬ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તો બીજી તરફ હળવદ પીએસઆઇ ચન્દ્રકાન્ત શુકલે જણાવ્યું હતું કે એક પણ મતદાન મથક પર અનિચ્છનીય બનાવની ઘટના બનવા પામી નથી. તેમજ હળવદ પોલીસ દ્વારા સંવેદનશીલ ૧૭ મતદાન બુથો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો

હળવદ પાલીકાની ચૂંટણી માટે મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હળવદ નગરપાલીકામાં ગત ચૂંટણીમાં ભાજપ સતારૂઢ થઈ હતી જ્યારે આજે થયેલ મતદાનમાં કોનાં પક્ષે પાલીકાની સતા જશે તે સોમવારના પરિણામ પર નિર્ધારિત થશે.
મહીલાઓ કરતા પુરુષો એ વધુ મતદાન કર્યું

હળવદ  પાલિકા ની ચુટણી મા પુરુષોનુ ૭૦.૫૫ જયારે મહીલાઓ નુ ૬૩.૧૮ ટકા મતદાન નોંધાયુ છે
કયા વોર્ડમાં કેટલુ મતદાન થયુ

વોર્ડ નંબર
1.૭૭.૬૭

2  .૬૪.૮૮

3. ૬૯.૬૫

4 .૬૩.૫૦

5 .૬૫.૩૯

6 ૬૩.૯૭

7. ૬૬.૭૬

- text