પરીક્ષાનો હાઉ : પીડિયાટ્રીશ્યન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જરૂરી સૂચન : હેલ્પલાઇન પણ શરૂ

- text


મોરબી : ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા મોરબીના તબીબો મેદાને આવ્યા છે એસોસિએશન ઓફ પીડિયાટ્રીશ્યન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જરૂરી ગાઈડન્સ આપવાની સાથે સાથે મનોચિકિત્સકો દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

બોર્ડની પરિક્ષાઓને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ થોડા ચિંતિત બને તે સ્વાભાવિક છે પરંતુ ઘણા વિધાર્થીઓમાં પરીક્ષાનો ખોટો હાઉ ઘર કરી જતો હોય છે જેથી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશ્યન દ્વારા જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ બિનજરૂરી સ્પર્ધામાં ઉતરવું નહિ, વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો નહિ, નકારાત્મક વિચારો કરવા નહિ, પૂરતી ઊંઘ કરવી, યોગ્ય કસરત કરવી પૂરતો આરામ કરવો અને આયોજન કરી પરીક્ષાલક્ષી તૈયારી કરવી જેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહેશે.

- text

આ સાથે વાલીઓને પણ સૂચન કરતા તબીબોએ જણાવ્યું હતું કે ખોટા લક્ષ્યાકો આપવા નહિ, કોઈની સાથે પોતાના બાળકોની તુલના ન કરવી, ખોટી ડરામણી ન બતાવવી, તમારા સપનાનો બહાર બાળકો પર ન થોપો જેવા મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.

સાથો સાથ બાળકોને અને વાલીઓને મૂંઝવણ જણાઈ તો જરૂરી માર્ગદર્શન મળે તે માટે વિનામૂલ્યે હેલ્પલાઈનના ફોન નંબર ૯૦૩૩૩૫૦૫૧૦ અને ૯૫૧૦૧ ૫૦૫૧૦ પર સવારે ૮ થી ૧૦ દરમિયાન સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો.

- text