હળવદના અમરાપર ગામે દારૂડિયાએ આંતક મચાવી બે ને લમધાર્યા

- text


હળવદ : હળવદ તાલુકાના અમરાપર ગામે દારૂ પી ડીંગલ કરી રહેલા શખ્સને ટપારતા દારૂડિયાએ બે વ્યક્તિઓને લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદના અમરાપર ગામે પ્રકાશ ભુપતભાઇ નામનો શખ્સ દારૂ પી ગાળો બોલી ડીંગલ કરતો હોય સવજીભાઈ છગનભાઇ કામડિયા અને સાહેદ ત્રીભોવનભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રકાશે બન્નેને ધારીયા વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ પોલીસે આ પ્રકરણમાં દારૂડિયા પ્રકાશ વિરુદ્ધ ૩૨૪, ૩૨૬, ૫૦૪ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધી આરોઈને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

 

- text