ગણિત વિજ્ઞાન કોન્ટેસ્ટમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ બદલ OSEM સ્કૂલના બાળકોને રોકડ પુરસ્કાર

- text


મોરબી : મોરબીમાં નર્મદાબાલ ઘર આયોજિત ગણિત વિજ્ઞાન કોન્ટેસ્ટમાં li -fi ઓડિયો સિસ્ટમના ઇનોવેશન બદલ ઓમશાંતિ સ્કૂલના બાળકોને ૩૦ હજાર રોકડ પુરસ્કાર અને પ્રોજેકટ માટે પ્રેરણા આપનાર શિક્ષકને ૨૦ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મોરબી ખાતે નર્મદા બાલઘર આયોજિત ગણિત – વિજ્ઞાન કોનટેસ્ટમાં ઓમશાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થી કુશલ ધારોડીયા અને રાહુલ નગવાડિયાએ રજુ કરેલ li – fi ઓડિયો સિસ્ટમ પ્રોજેકટને સ્પેશિયલ કેટેગરીમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ આપવમાં આવતા સ્કૂલનું ગૌરવ વધ્યું છે.

વધુમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ બદલ બન્ને વિદ્યાર્થીઓને ૩૦ હજાર અને આ પ્રોજેકટ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપનાર શિક્ષક ભાવિક શાહને ૨૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

- text

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ તથા સંસ્થાના આચાર્ય સના કાઝીએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

- text