હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે “અદકેરૂ અભિવાદન” કાર્યક્રમ યોજાયો : ૭૨૭ વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

- text


શૈક્ષણિક નગરી તરીકે ઝાલાવાડમાં વિખ્યાત હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે “અદકેરૂ અભિવાદન” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ૭૨૭ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી બહુમાન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેમાનો તેમજ ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઝાલાવાડમાં શૈક્ષણિક રીતે હબ ગણાતા હળવદ શહેરની મહર્ષિ ગુરૂકુળમાં શનિવારે “અદકેરૂ અભિવાદન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડાન્સ, એક પાત્ર અભિનય, “બેટી બચાવો, બેટી પઢાઓ”, દેશભક્તિ તેમજ સ્વચ્છતા અભિયાન જેવા જૂદા જૂદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૭૨૭ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

- text

મહર્ષિ ગુરૂકુળ ખાતે યોજાયેલ “અદકેરૂ અભિવાદન” કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ડાન્સમાં ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો તેમજ વાલીગણને સ્તબ્ધ કરી દીધા હતાં. તદુપરાંત અભ્યાસ તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબર મેળવેલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં યોજાયેલ અદકેરૂ અભિવાદન કાર્યક્રમમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

મહર્ષિ ગુરૂકુળના કેમ્પસમાં એક સાથે ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સૂર્ય જેવા આકારમાં બેસી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં તેમજ ગુરૂકુલ માતાને વંદના કરી સુર્ય જેવા તેજસ્વી બનવા માટે વિદ્યાર્થીઓએ આર્શીવાદ લીધા હતા. મહર્ષિ ગુરૂકુળના મેનેજીંગ ડાયરેકટર રજનીભાઈ સંઘાણીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે ગુરૂકુળ કેમ્પસના અશોકભાઈ ગેલોત, વિજયભાઈ, રાજુભાઈ સહિત શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

 

- text