હળવદ પંથકના સુસવાવ ગામના પાટીયા નજીક ગેરકાયદે રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા : બે ઝબ્બે

૨૫ લાખના મુદ્દામાલ સાથે બે ડમ્પરો ઝડપી લેતા રેતમાફિયાઓમમાં ફફળાટ

હળવદ :હળવદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં ખનિજચોરીનો વ્યાપ વધી ગયો છે. ત્યારે હળવદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા રેત માફિયાઓ પર ધોંસ બોલાવી હતી.જેમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતાં બે ડમ્પર સાથે કુલ ૨૫ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત.વિગતોનુસાર હળવદ પંથકના સુસવાવ ગામના પાટીયા પાસે તેમજ સરા રોડ નજીક પેટ્રોલીગ દરમ્યાન હળવદ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ચન્દ્રકાન્ત શુક્લ તથા પોલીસ સ્ટાફ દ્વારા રેતી ભરેલા બે ડમ્પરો સહિત ૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમા ફફળાટ વ્યાપી ગયો છે. હળવદ પંથકમા રેતી તેમજ માટી ભરેલા અને બેફામ માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોને હળવદ પોલીસે પકડી પાડી સપાટો બોલાવતા બે ડમ્પરો જી.જે.૧૩ ડબલ્યુ ૨૭૪૫ અને જી.જે.૨૧ વી ૬૩૪૭ સહીત રૂ. ૨૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈને હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.